Monday, March 27, 2023

રામકૃષ્ણ મિશન ખાતે સંસ્કાર કેન્દ્ર

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સ્મશાન પાસે આવેલ શ્રી રામકૃષ્ણ મિશન મંદિર ખાતે વિદ્યાલય દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલ જેમાં પ્રથમ દિવસે યજ્ઞ, ભારત માતા ની આરતી અને વંદના થી શરૂ કરેલ આ તકે આજુબાજુ ના વિદ્યાર્થીઓ, વાલીઓ વિદ્યાલય  ના વ્યવસ્થાપક બહેનો,વિદ્યાલય ના નિયામક,વિદ્યાલય ના પ્રધાનાચાર્ય ઉપસ્થતી રહેલ આ સંસ્કાર કેન્દ્ર નિત્ય સવારે 2 કલાક નિશુલ્ક શિક્ષણ કેન્દ્ર ચાલશે..

હાપા માં શિક્ષણ મંદિર ની શરૂવાત..

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા હાપા સ્ટેશન વિસ્તાર માં આવેલ રામદેવ મહારાજ  મંદિર ખાતે ત્યાંના વિદ્યાર્થીઓ માટે દરરોજ ૨ કલાક નિશુલ્ક સંસ્કાર કેન્દ્ર આપણી વિદ્યાલય દ્વારા શરૂ થયેલ..

Tuesday, March 14, 2023

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા સંપર્ક,સન્માન વિવિધ લોકો ની મુલાકાત.

આપણી વિદ્યાલય પર ખીજડીયા ના જયંતીભાઈ વસોયા (સંઘ ના ગૌ વિભાગ તાલુકા સંયોજક) એ વિદ્યાલય પર  તેમજ સેંચ્યુરી ખાતે આવેલ શિક્ષણ મંદિર  ની મુલાકાત વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ની સાથે લીધી હતી.
આપણી વિદ્યાલય દ્વારા નવા શિક્ષણ મંદિર ની શરૂવાત થાય તે માટે વેલનાથ,હાપા વગેરે વિસ્તારો માં સંપર્ક કરી આગેવાન નું સન્માન વિદ્યાલય દ્વારા થયું
હાપા પાછળ આવેલ સામતપીર વિસ્તાર માં આવેલ સરકારી શાળા માં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.સોસાયટી ના સહયોગ થી પુસ્તક અને ભારત માતા નો ફોટો અર્પણ કર્યો.
ઉદ્યોગનગર માં આવેલ શાળા નંબર ૧૭,૧૮ ના આચાર્ય તેમજ શિક્ષક શ્રી નું સન્માન કર્યું.વિભાપર ખાતે આવેલ સરકારી  વિદ્યાલય ની મુલાકાત તેમજ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. સોસાયટી ના સહયોગ દ્વારા આપેલ પુસ્તકો ભેટ માં આપ્યા.
જામનગર ના ઉદ્યોગનગર ખાતે આવેલ ઉદ્યોગપતિ શ્રી દિપકભાઈ મહેશ્વરી ની મુલાકાત કરી શિક્ષણ મંદિર માટે અનુદાન ની વાતચીત કરી અને તેમનું સન્માન કર્યું.

Monday, March 6, 2023

કક્ષા ૯,૧૦ માટે બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા માર્ગદર્શક સેમિનાર.

આપણી વિદ્યાલય માં કક્ષા ૯,૧૦ ની આગામી પરીક્ષા ની શુભકામનાઓ અને માર્ગદર્શન માટે ગુજરાત પોલીસ બેડી મરીન પોલીસ સ્ટેશન માંથી પી.એસ.આઇ એમ. એલ્. ઓડેદરા મેડમ તેની સાથે પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબહેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા. ઓડેદરા મેડમ એ વિદ્યાર્થીઓ ને પરીક્ષા માટે ડરવું નહિ તેમજ તેમના અનુભવો વર્ણવ્યા હતા સાથે આવેલ કોન્સ્ટેબલ બહેનો એ પણ વિદ્યાર્થીઓને ખૂબ સારું પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શુભેચ્છા આપી.

Saturday, March 4, 2023

દ્વિતીય વાલી સંમેલન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું દ્વિતીય વાલી સંમેલન યોજાયું.
આપણી વિદ્યાલય માં કક્ષા 5 થી 9 નું સવારે તેમજ શિશુ થી કક્ષા 4 નું બપોરે વાલી સંમેલન યોજાયું જેમાં શ્રીમતિ જિજ્ઞાસા બહેન પટેલ (માઈન્ડ પાવર ટ્રેનર) નું બૌધિક સત્ર યોજાયું જેમને બાળ માનસ બાળક ના સર્વાંગી વિકાસ ની વાત કરી તથા બાળક અને વાલી ને અનુલક્ષી માહિતી આપી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટી વિનોદભાઈ રવજીભાઈ મુંગરા, નિયામક શ્રી જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજા વિદ્યાલય ના બધા એકમ ના  પ્રધાનાચાર્યા ઉપસ્થિત હતા તેમજ વાલી સંમેલન ના સંયોજક શ્રી આશિષભાઈ ચોવટિયા હતા.

Thursday, March 2, 2023

કક્ષા 10 નો શુભેચ્છા સમારોહ.

આપણી વિદ્યાલય ના કક્ષા 10 નો શુભેચ્છા સમારોહ યોજાયો જેમાં કક્ષા 10 ના વિદ્યાર્થીઓ આગામી માર્ચ માં પરીક્ષા આપવા માટે શુભકામનાઓ આપી.
જેમાં સવારે હવન ત્યારબાદ વંદના કક્ષા ૯ ના વિદ્યાર્થીઓનું અનુભવ કથન ગુરુજી દીદી નું અનુભવ કથન, વક્તા શ્રી રમણીકભાઈ વિઠ્ઠલાણી સાહેબ એ વિદ્યાર્થી ને પ્રેરક સંદેશ આપ્યો અને શુભકામનાઓ આપી ત્યારબાદ કક્ષા 10 ના વિદ્યાર્થીઓ નો અનુભવ રહ્યો.