Wednesday, June 21, 2023

યોગાસન ,યોગ અને ધ્યાન

આજ રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં સવારે વંદના સત્ર માં વિદ્યાલય ના ૪૬૯ વિદ્યાર્થીઓ તેમજ ૨૩ શિક્ષકો એ યોગાસન અને યોગ વિશે શ્રી બાબા સ્વામીજી નો વિડ્યો જોયો તથા વિધાર્થીઓ એ અને શિક્ષકો એ ધ્યાન પણ કર્યું ખૂબ સરસ ચૈતન્યપૂર્ણ માહોલ રહ્યો.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર નિ:શુલ્ક સાયટિકા વિશે માર્ગદર્શન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર બેટ દ્વારકા મહાપ્રભુજી બેઠક ના મુખ્યાજી શ્રી અતુલભાઈ ભટ્ટ (આરોગ્ય ભારતી ગુજરાત પ્રાંત કારોબારી સદસ્ય) દ્વારા આપણા વિદ્યાલય ની તેમને મુલાકાત લીધી. તેમજ આચાર્યો અને નાગરિકો ને સાયટિકા વિશે માર્ગદર્શન તેમજ દેશી ઉપચાર ની સમજ આપી. આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઇ પાંભર ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી, કાંતિભાઈ પાંભર તેમજ વ્યવસ્થાપક દિપકભાઈ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો.
આ તકે સૌપ્રથમ  
દિપ પ્રાગટય,શિથીલીકરણ,યોગ પ્રાર્થના, આસનો, પ્રાણાયામ,મુદ્રાઓ,શુદ્ધિ ક્રિયા,ધ્યાન કરવામાં આવ્યું આ તકે વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી કાન્તિભાઈ પાંભર
શ્રી સ્વામિ વિવેકાનંદ ક્રેડિટ કો સોસાયટી લી ના ડિરેક્ટર પ્રકાશભાઈ બોરસદિયા તેમજ વિદ્યાલય ના વ્યવસ્થાપક ભાઈઓ બહેનો ,નિયામક, પ્રધનાચાર્યો,આચાર્યો,વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Tuesday, June 20, 2023

અખિલ ભારતીય ગૌ સેવા સંયોજક ની વિદ્યાલય પર મુલાકાત.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર દિનાંક ૧૮/૦૬/૨૦૨૩ ને રવિવાર ના રોજ  આપણી વિદ્યાલય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અખિલ ભારતીય ગૌ સેવા સંયોજક શ્રી શંકરલાલજી એ વિદ્યાલય પર મુલાકાત લીધી.
માનનીય શંકરલાલજી એ વિદ્યાલય દર્શન કર્યું, તેમને  આચાર્યો નો પરિચય તેમજ વિવિધ  બીમારીઓ  માં ગાય આધારિત ઔષધી વિશે માહિતી આપી તેમનું સન્માન વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર તેમજ વિદ્યાલય ના ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી એ કર્યું સાથે શ્રી માવજીભાઈ કનઝારીયા (જામનગર નગર સહ ગૌ સેવા સંયોજક) ઉપસ્થીત રહ્યા. 

Thursday, June 8, 2023

રામ મંદિર,અયોધ્યા નગર ગોકુલનગર વિસ્તાર માં વિદ્યાલય દ્વારા ૧૭ માં શિક્ષણ મંદિર ની શરૂવાત.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા ૧૭ માં શિક્ષણ મંદિર ની શરૂવાત જામનગર શહેર ગોકુલનગર  વિસ્તાર માં અયોધ્યા રામ  મંદિર ખાતે શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ની શુભ શરૂવાત થયેલ. શિક્ષણ મંદિર એ જરૂિયાતમંદ વિસ્તાર માં રહેતા બાળકો ને વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ ૨ કલાક  નિ: શુલ્ક શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે. 
અયોધ્યા રામ મંદિર ખાતે દિપ પ્રાગટય,વંદના,અભિનય ગીત,શિક્ષણ ની શરૂવાત થયેલ.
આ તકે મંદિર ના કાર્યકર્તા  આનંદબા જાડેજા તે વિસ્તાર ના બહેનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Monday, June 5, 2023

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શિશુ મંદિર વિભાપર ખાતે વૃક્ષારોપણ.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના સંયુક્ત ઉપક્રમે આપણી વિદ્યાલય માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વિદ્યાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ
કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ના ફોરેસ્ટ રેન્જ ઓફિસર દક્ષાબહેન વઘાસિયા તેમજ અન્ય ફોરેસ્ટ ઓફિસર માઇન્ડ ટ્રેનર ડો. જીજ્ઞાસાબહેન પટેલ ,આર્યુવેદિક વૈદ્ય કોનિકાબહેન સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ સંઘાણી વ્યવસ્થાપક જગદીશભાઇ મુંગરા વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા તેમજ પ્રધનાચાર્યો, આચાર્યો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું હતું.

Sunday, June 4, 2023

કક્ષા ૧૦ ની શિબિર નો છેલ્લો દિવસ કેવો રહ્યો?

કક્ષા ૧૦ ની શિબિર માં સવારે શ્રી હનુમાન ચાલીસા થી શરૂવાત કરી ત્યારબાદ ગુજરાતી ના પેપર નુ વાંચન, સામાજિક વિજ્ઞાન નો તાસ રહ્યો, વિદ્યાર્થીઓ દ્વારા ગોલ સેટ માટે અને લક્ષ્ય નિર્ધારણ અને તેના વિશે ની સમજ ડો. જીજ્ઞાશા બહેન પટેલ દ્વારા રહ્યું, વિદ્યાલય ના વ્યવસ્થાપક જગદીશભાઇ મુંગરા તેમજ તેની સાથે ડો. કોનિકા બહેન સાવલિયા દ્વારા વનસ્પતિ ની સમજ ,વનસ્પતિ ની આર્યુવેદિક સમજ આપી તેમજ વિદ્યાર્થીઓ એ વિદ્યાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કર્યું બપોરે ગુજરાતી પેપર લેખન કર્યું તેમજ સમાપન સત્ર ડો. મિત્તલ બહેન પટેલ નું રહ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવો કહ્યા . આમ કક્ષા ૧૦ ની શિબિર ની પૂર્ણાહૂતિ થઈ.

કક્ષા ૧૦ ની શિબિર નો ચોથો દિવસ.

આપણી કક્ષા ૧૦ ની શિબિર માં ૪ થા દિવસે
સવારે વિદ્યાર્થીઓ વંદના કરી ત્યારબાદ ગણિત ના દાખલા ની પ્રેક્ટિસ,સંસ્કૃત નો તાસ રહ્યો પછી વિજ્ઞાન વિષય નો તાસ રહ્યો. શ્રી જિજ્ઞાસા બહેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓ ને વિઝન વિશે તેમજ ગોલસેટ વિષય નું માર્ગદર્શન આપ્યું સાંજે ગણિત વિષય નું પેપર લેખન ,સામાજિક વિજ્ઞાન નો તાસ રહ્યો.શાખા માં વિદ્યાર્થીઓ મંડળ મી રમતો રમ્યા,સાંજે આવર્તન ધ્યાન કર્યું રાત્રે ગણિત ના દાખલા ની પ્રેક્ટિસ કરી.