Sunday, July 30, 2023

વિદ્યાલય દ્વારા પર્યાવરણ અભિયાન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા પર્યાવરણ અંતર્ગત વિદ્યાલય માં સૌ પ્રથમ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના ફોરેસ્ટર શ્રી દક્ષાબહેન વઘાસિયા અને વિદ્યાલય ના સયુંકત ઉપક્રમે વિદ્યાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આપણી વિદ્યાલય દ્વારા અલગ અલગ વિસ્તાર માં વૃક્ષ ની સલામતી માટે નિશુલ્ક ૧૫૦ જેટલા ટ્રી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું.

Monday, July 24, 2023

કક્ષ પ્રમુખ ચૂંટણી ૨૦૨૩.

 શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયમાં કક્ષ પ્રમુખ ની ચૂંટણી યોજાઈ.

જામનગર નજીક આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય માં ધોરણ ૬ થી ૯ માં કક્ષા પ્રમુખ ( ક્લાસ મોનીટર) ની ચુંટણી યોજાઈ હતી.
જેમાં ધોરણ ૬ થી ૯ ના ૧૯૨ વિદ્યાર્થીઓ એ મતદાન કર્યું જેમાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ એ ચૂંટણી માં ભાગ લીધો.
જેમાં આગામી એક વર્ષ માટે વિદ્યાર્થીઓ મોનીટર તરીકે ક્લાસ માં કાર્ય કરશે.
આ સમગ્ર ચૂંટણી ની વ્યવસ્થા વિદ્યાર્થીઓ એ કરી હતી.
આ ચૂંટણી થી વિદ્યાર્થીઓ માં મતદાન જાગૃતિ મતદાન નું મહત્વ મતદાન મથક નું આયોજન આવા ચૂંટણી વિષય નું માર્ગદર્શન સાથે સાથે વિદ્યાર્થીઓ એ બુથ લેવલ ઓફિસર, નિરીક્ષક,બુથ એજન્ટ તરીકેનું પણ કાર્ય કરેલ. વિદ્યાર્થીઓ એ ઇ.વી.એમ મશીન મોબાઈલ એપ નો ઉપયોગ કર્યો.
છેલ્લે મતદાન ગણતરી કરી વિજેતા જાહેર થયા. તેમને વિદ્યાલય ના આચાર્યો દ્વારા હારતોલા,અબીલ ગુલાલ થી સ્વાગત તેમજ બેન્ડ દ્વારા વિદ્યાર્થીઓની વિજેતા ની ઉજવણી કરી.
આ સમગ્ર પ્રક્રિયા સામાજિક વિજ્ઞાન ના શિક્ષક શ્રી હેમાંશુભાઈ પરમાર દ્વારા યોજવામાં આવી.
આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર તેમજ વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા વિદ્યાલય ના પ્રધાનાચાર્ય મયુરીબહેન કપુરીયા, વિપુલાબહેન વિરાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.