Wednesday, September 25, 2024

વિજયાદશમી અંતર્ગત વિદ્યાલય પર વાલીબેઠક

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન 
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
પર આગામી સંઘ ના માનનીય સર કાર્યવાહ શ્રી દતાત્રેયજી હોસબોલે ના આગમન  વિજયાદશમી પર જામનગર જિલ્લા નું એકત્રીકરણ થવાનું છે. જે અંતર્ગત વિદ્યાલય પર ૪૮૯ વાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જિલ્લા એકત્રીકરણ ની જાગૃતિ સંઘ પરિચય થયો ત્યારબાદ મહિલા તેમજ ભાઈઓ નું રજિસ્ટ્રેશન થયું. સંઘ પરિચય વિશે માઘ્યમિક ના પ્રધાનઆચાર્ય હેમાંશુભાઈ પરમાર એ સંઘ ની માહિતી આપી. તેમજ આ વાલી બેઠક ના સંયોજક વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા હતા. 
આ બેઠક માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો તેમજ વિશાળ સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત હતા. 
સાથે ભાઈઓ માટે સંઘ નો ગણવેશ પર ત્યાજ લઈ શકાય તેવી વ્યવસ્થા હતી.

Tuesday, September 17, 2024

જામનગર સંકુલ ખેલકૂદ માં શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું શ્રેષ્ઠ પરિણામ.

આજ રોજ વિદ્યાભારતી સંલગ્ન જામનગર સંકુલ (જિલ્લા કક્ષા નો) ખેલકૂદ જામનગર પોલીસ હેડ કવાર્ટર નં મેદાન પર યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના ૯૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. જેમાં ૧૦૦,૨૦૦,૪૦૦,૬૦૦,૮૦૦,૧૫૦૦,૩૦૦૦ મીટર દોડ,ખોખો,ચેસ, બેડમિન્ટન, ઉંચી,લાંબી ત્રી કૂદ,ચક્ર,ગોળા અને બરછી ફેંક તેમજ શિશુ માટે મેડિસન થરો બોલ,૫૦ મીટર દોડ,સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી રમતો યોજાઈ જેમાં આપણી વિદ્યાલય ને ૩૪ ગોલ્ડ, ૫૦ જેટલા સિલ્વર મેડલ પ્રાપ્ત થયા કુલ ૮૪ મેડલ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠતા મેળવી. જામનગર સંકુલ પછી પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ આગળ સૌરાષ્ટ્ર સંભાગ (ઝોન કક્ષા) એ રમવા જશે. 
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ.
આ ખેલકૂદ ના કોચ તરીકે સરોજબા જાડેજા દીદી તેમજ હેમાંશુ ગુરુજી હતા.

Monday, September 16, 2024

દ્વિતીયવાલી સોપાન

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું શિશુવાટિકા વિભાગ નું વાલી સોપાન યોજાઈ ગયું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ પરિચય,ક્રિયા કલાપો જેમાં સાંસ્કૃતિક પ્રકૃતિ નો પરિચય તેની પૂજા તેનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ તેના માતા પિતા ને પંચાગ પ્રણામ અને તેનું મહત્વ સમજ્યા, પ્રકૃતિ ની સમજ યોગ્ય ઉપયોગ અને તેનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ શ્રી ભારતીદીદી એ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણ ના વિષય પર બૌદ્ધિક માર્ગદર્શન રહ્યું.
આ સોપાન વાલી સોપાન માં ટ્રસ્ટી,વ્યવસ્થાપક,નિયામક,આચાર્ય તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

Sunday, September 15, 2024

સ્થાનિક આચાર્ય પ્રશિક્ષણ વર્ગ વિભાપર.

વિદ્યા ભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર આજ રોજ વિદ્યાલય પર શૈક્ષણિક અને નવી માહિતી અને વિષય નિષ્ણાત માટે આચાર્ય પ્રશિક્ષણ દર મહિને યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે પંચપદી શિક્ષણ પદ્ધતિ ની સમજ પાઠ આયોજન વિદ્યાલય ના પ્રાથમિક વિભાગ ના  પ્રધાનાઆચાર્ય શ્રી મયુરીદીદી એ સમજ આપી ત્યારબાદ આચાર્યો એ પોતાના વિષય મુજબ નું પાઠ આયોજન કર્યું અને પંચપદી શિક્ષણ વિશે સમજ મેળવી ત્યારબાદ માધ્યમિક વિભાગ ના હિમાંશુગુરુજી એ આચાર્યો ને  ડિજિટલ શિક્ષણ,સરકાર શ્રી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના ઓનલાઇન કોર્સ જોઇન કરી અભ્યાસ કર્યો. તેમજ એ.આઇ નો અભ્યાસ માં ઉપયોગ વિશે સમજ લીધી.

Friday, September 13, 2024

શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ પશ્ચિમ ક્ષેત્ર ના ખેલકૂદ માં શ્રેષ્ઠ પરિણામ.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર ના નાગપુર મુકામે વિદ્યાભારતી ના પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા)ખેલકૂદ માં  ૨ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અગાઉ ગુજરાત પ્રાંત ખેલકૂદ માં પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ નાગપુર પશ્ચિમ ક્ષેત્ર ના ખેલકૂદ માં ભાગ લીધો હતો. જેમાં 
આદિત્ય નિલેશભાઈ ચાવડા નો અંડર ૧૪ માં ઊંચી કુદ માં પ્રથમ ક્રમાંક મેળવ્યો.
તેમજ વેદ ધર્મરાજભાઇ પુરોહિત એ અંડર ૧૪ ગોળા ફેંક માં દ્વિતીય તેમજ ચક્ર ફેંક માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો. કોચ તરીકે સાથે સરોજદીદી સાથે હતા.બંને વિદ્યાર્થીઓ વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ..

Wednesday, September 4, 2024

વિદ્યાભારતી દ્વારકા વિભાગનો સંસ્કૃતિ મહોત્સવ શિશુમંદિર વિભાપર સ્થાન પર યોજાયો.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન દ્વારકા વિભાગ કક્ષા નો સંસ્કૃતિ મહોત્સવ યોજાઈ ગયો. જેમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ, શીઘ્ર વકૃત્વ,કથા કથન, રાસ તેમજ માટીકલા જેવી કૃતિઓ યોજાઈ. સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ પરિચય સ્વાગત,અતિથિ ઉદબોધન તેમજ નૃત્ય દ્વારા સંસ્કૃતિ મહોત્સવ ની શરૂવાત કરવામાં આવી. ત્યારબાદ શિશુ, બાલ તેમજ કિશોર ટીમ નો પ્રશ્નમંચ શરૂ થયો આજ ના મુખ્ય અતિથિ તરીકે હિતુભા વાળા જેઓ જામનગર શહેર ના યુવા અને સાંસ્કૃતિક વિભાગ ના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું બપોરે સમાપન રહ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે દ્વારકા વિભાગ ના ઉપાધ્યકક્ષ તેમજ જામનગર ના ટ્રસ્ટી શ્રી ભાવિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમને વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ ના સંયોજક શ્રી જય શ્રી બહેન મણવર (દ્વારકા વિભાગ સહ સંયોજક) હતા આ તકે વિદ્યાલય ના પ્રમુખ,ટ્રસ્ટીઓ,વિદ્યાલય ના નિયામક,આચાર્યો તેમજ દ્વારકા વિભાગ ના સમનવ્યક ઉપસ્થિત તેમજ ૭ સ્થાન ના વિદ્યાર્થીઓ અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.