Friday, November 29, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં RTO દ્વારા ટ્રાફિક અવેરનેસ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં RTO (રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓફીસ) દ્વારા વિદ્યાર્થીઓ ને ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક ની જાગૃતિ વિવિધ સાઈન બોર્ડ વાહનો અને પોતાની સલામતી ની જાણકારી જેવું માર્ગદર્શન આપ્યું હતું જેમાં કચેરી ના RTO ઇન્સ્પેક્ટર દ્વારા ખૂબ સારી ટ્રાફિક અવેરનેશ ની માહિતી આપી. RTO ટીમ માંથી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થી વિદ્યાર્થીઓ ને ટ્રાફિક અને વાહનો તેમજ હાલ માં જાગૃતિ વિશે સમજ મેળવી.

Saturday, November 23, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિદ્યાર્થીઓ ને લેબોરેટરી વિશે ની સમજ

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર આજ રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બેગલેસ ડે અંતર્ગત ગુલાબનગર માં આવેલ શ્રધ્ધા લેબોરેટરી ના  શ્રી જુગલભાઈ પીઠડિયા એ વિદ્યાલય પર આજ રોજ બ્લડ ગ્રુપ વિશે,બ્લડ ની માહિતી તેમજ વિવિધ પ્રકાર ના રોગ અને તેના માટે કેવા પ્રકાર ના ટેસ્ટ તેમજ લેબોરેટરી ના સાધનો અને તેના કાર્ય વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નો પૂછી ચર્ચા કરી હતી. આ સેમિનાર માં કક્ષા ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુગલભાઈ નું વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું.