Sunday, January 26, 2025

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજવંદન તેમજ ભારત માતા પૂજન યોજાયું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજ વંદન યોજાયું જેમાં ધ્વજવંદન અને ભારત માતા નું પૂજન થયું. આપણી વિદ્યાલય ના પૂર્વછાત્રા કૃપાબહેન હર્ષદભાઈ પણસારા ના હસ્તે કરવામાં આવ્યું . ઘોષ સાથે રાષ્ટ્રગાન ભારત માતા નું પૂજન શા માટે તે વિશે હે એ સમજાવ્યું. ત્યારબાદ સૌ લોકો એ ભારત માતા પૂજન કર્યું. સાથે સીમા જાગરણ મંચ ના કચ્છ તેમજ સુરેન્દ્રનગર ના સ્વયંસેવક એ પણ ધ્વજવંદન કર્યું. આ તકે વિદ્યાલય ના ટ્રસ્ટી,વ્યવસ્થાપકો,આચાર્યો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.