વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં નવ દંપતી સંમેલન વિદ્યાલય પર યોજાયું જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. હિતેશભાઇ જાની( પૂર્વ આચાર્ય ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી ડાયરેક્ટર એનિમલ વેલ્ફેર બોર્ડ ) તેમજ ડો. કરીશ્માબહેન નારવાણી ( પ્રાંતપ્રમુખ વૈદ્ય સમર્થ ભારત પ્રકલપ ગુજરાત વિદ્યા ભારતી, ગર્ભ સંસ્કાર કેન્દ્ર ના ડાયરેક્ટર) એ નવ દંપતી ને ગર્ભ વિજ્ઞાન,ગર્ભ સંસ્કાર તેમજ નવદંપતી પોતાને લાગતા પ્રશ્નો નું સમાધાન આપ્યું. આ નવ દંપતી સંમેલન માં ૨૨ દંપતિ અન્ય ૩૨ બહેનો તેમજ આ સંમેલન માં ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક,આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.