આજ રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજ વંદન યોજાયું તેમજ દેશ ભક્તિ યુકત સાંસ્ક્રુતિક કાર્યક્રમ થયો સૌ પ્રથમ ધ્વજવંદન દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ સ્વાગત પરિચય, ખેલકૂદ માં પ્રાંત કક્ષા એ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ કક્ષ ની કૃતિઓ રજૂ થઈ આ ધવ્જવંદન કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રી અશ્વિનભાઈ કિશનચંદ ગજરા (અશ્વિની મેટલ્સ પ્રા. લિમિટેડ) શ્રી સંજીવભાઈ બુદ્ધ (ચાર્ટડ એકાઉન્ટટ) હતા આ કાર્યક્રમ માં વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપક આચાર્યો,પૂર્વ છાત્રો,આચાર્યો,વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમ બાદ સૌ એ ભારત માતા નું પૂજન કર્યું.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
▼
Monday, January 26, 2026
Thursday, January 22, 2026
શિશુમંદિર વિભાપર ખાતે ટ્રાફિક અવરેનેશ કાર્યક્રમ નું આયોજન
આજ રોજ રાષ્ટ્રીય રોડ સલામતી મહિના અંતર્ગત ટ્રાફિક એજ્યુકેશન સોસાયટી રોડ સેફ્ટી ઓથોરિટી અને જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે ટ્રાફિક અવરેનેશ કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ સ્વાગત,પરિચય જેમાં ટ્રાફિક અવરેનેશ પ્રોગ્રામ કો ઓર્ડીનેટરન વનરાજભાઈ વેગડ જામનગર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા એ ટ્રાફિક અવરેનેશ વિશે ખૂબ સારી માહિતી આપી તેમજ વિદ્યાર્થીઓ ને સંકલ્પ હેમાંશુગુરુજી એ રોડ સેફ્ટી માટે ના સંકલ્પો લેવડાવ્યા. તેમજ બંને ઉપસ્થિત અધિકારી એ વસંત પંચમી નિમિતે સરસ્વતી માતા નું પૂજન કર્યુ તેઓ વિદ્યાલય ના કાર્ય થી ખૂબ પ્રભાવિત થયા.
Thursday, January 1, 2026
પ્રાંતિય ખેલકુદ માં વિભાપર શિશુમંદિર નું શ્રેષ્ઠ પરિણામ
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના વિભાપરના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ અને દરેક વિદ્યાર્થીએ નંબર મેળવેલ છે જેમાં
૧. ધ્રુવી સંજયભાઈ દોમડીયા -1500 મીટર દોડ દ્વિતીય
૨. મીરા સુનિલભાઈ સંઘાણી -ચક્ર ફેક/ગોળાફે દ્વિતીય
૩. વેદ ધર્મરાજભાઈ પુરોહિત -ચક્ર ફેક - દ્વિતિય
૪. પૂર્વી અંકિતભાઈ રૂપાપરા -સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ- દ્વિતીય
૫. જય જયેશભાઈ પરમાર -3000 મીટર દોડ- દ્વિતીય
૬. પ્રીશા કમલેશભાઈ લાંબા -3000 મીટર દોડ- તૃતીય
૭. નંદની સંજયભાઈ ફાળદર -800 મીટર દોડ-તૃતીય
૮. આદિત્ય નિલેશભાઈ ચાવડા -ઊંચીકુદ - પ્રથમ
૯. પ્રિયાંશ નિલેશભાઈ ચાવડા -100 મીટર દોડ - પ્રથમ