Thursday, October 13, 2022

ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે આપણા વિદ્યાલય ના વિદ્યાર્થીઓનું સન્માન.

વિદ્યાલય સમાચાર:-
આજ રોજ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે વન્ય જીવન સપ્તાહ અંતર્ગત આપણા વિદ્યાર્થીઓ ની યોજાયેલ ચિત્ર સ્પર્ધા માં નંબર મેળવ્યા હતા તેમનું સન્માન કાર્યક્રમ હતો.
આ અંતર્ગત ફોરેસ્ટર દક્ષાબહેન વઘાસિયા દ્વારા પ્રેરક શબ્દો વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું. ત્યાર બાદ અલગ અલગ આવેલ અતિથિઓ એ માર્ગદર્શન આપ્યું. આ તકે આપણા વિદ્યાલય ના હેમાંશુગુરુજી એ પર્યાવરણ ની જાગૃતતા વિશે સમજ આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ નું સન્માન થયું.
આપણી વિદ્યાલય દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ને ભારત માતા નો ફોટો સમર્પિત કર્યો. તથા ખીજડીયા અભયારણ્ય ના અન્ય સામાજિક કાર્યકર્તા પશુ ડોકટર નું પણ સન્માન કર્યું.