આપણા દેશમાં સૌપ્રથમ વખત અમદાવાદ ખાતે સી સ્કાઉટ તાલિમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
દેશભર માં સૌપ્રથમ વખત અમદાવાદમાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તાલિમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં તાલીમાર્થીઓને રાષ્ટ્ર ભાવના સાથે વોટર રાફટલિંગથી લઇ દરિયા અને નદીમાં લોકોને કેવી રીતે બચાવવા તે અંગે તાલીમ આપવામાં આવી.
આ કેમ્પ માં ૯૬ જેટલા સ્કાઉટ માસ્ટર ગાઈડ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આપણી વિદ્યાલય ના સરોજબા જાડેજા દીદી એ સાત દિવસ ટ્રેનીંગ લઈ આગામી આપણી વિદ્યાલય માં જામનગર માં સૌ પ્રથમ સી સ્કાઉટ ગાઈડ શરૂ થશે..