Tuesday, November 1, 2022

આપણા મનીષ ગુરુજી ની રચના કટાક્ષ કાવ્ય...

📄🖊️🖋️✍️🤷કટાક્ષ કાવ્ય 

😊👍🤝સ્વીકાર અને તિરસ્કાર😠😡👎 
🙏 હાથ જોડીને🙏 

સ્વાગત છે બે હાથ જોડીને, પાંચ દિવસના આ દિવાળીના પર્વનું,
પણ, છઠ્ઠા આ ધોખા ના ગ્રહણથી તો ભાઈ, હાથ જોડીએ...
🪔🥴🌝🌞🌕🌔👹🪔🎇🎆🧨🪔🪅

સ્વાગત છે બે હાથ જોડીને, શિયાળાના મીઠા કુણા તડકાનું,
પણ, ઉગ્ર ઉનાળાના, બળ બળતા બપોરના, ડેન્જર ડિગ્રીના એ 
તેજ તાપથી તો ભાઈ, હાથ જોડીએ...
😤🤗🌨️🥶🌄☀️🌡️🔥🌇🥵

સ્વાગત છે બે હાથ જોડીને, કડવા લીમડા જેવી કઠોરતા ભરી વાણી નું,
પણ, નુકસાન કારક ડાયાબિટીસ કરે તેવી સ્વાર્થી મીઠી બોલીથી તો ભાઈ, હાથ જોડીએ...
😬😡🤬😁🤗

સ્વાગત છે બે હાથ જોડીને, પ્રામાણિક શૂરવીર દુશ્મનો નું,
પણ, ગદ્દાર સ્વાર્થી લુચ્ચા દોસ્ત થી તો ભાઈ હાથ જોડીએ...
🤷😏🙋👥

સ્વાગત છે બે હાથ જોડીને, પરિવર્તનશીલ નવી જનરેશન નું,
પણ, ઉપદ્રવ કરતી વિકૃત જડ જનરેશન થી તો ભાઈ, હાથ જોડીએ...
🚶🏃🧍🧑‍🤝‍🧑👭🕺🤓😎🥴

સ્વાગત છે બે હાથ જોડીને, રાષ્ટ્રવાદ માટે બલિદાન આપનાર દરેક વીરો નું,
પણ, જાતિવાદના નામે પથ્થરમારો કરી, ટાયર સળગાવી, દેશને તોડવાની ટ્રાય કરતા કાયરોથી તો ભાઈ, હાથ જોડીએ...
👥🇮🇳😖😣😱

સ્વાગત છે બે હાથ જોડીને, કોઇ પણ પંથ કે સંપ્રદાયના પવિત્ર સાત્વિક વિચારો નું,
પણ, ધર્મના નામે ચાલતા અધર્મ જેવી માનસિકતા, જે રાષ્ટ્રધર્મ તોડે છે, તેનાથી તો ભાઈ, હાથ જોડીએ...
🎎⚔️🗡️📿⚜️🔱🛐🕉️

સ્વાગત છે બે હાથ જોડીને, વીરગતિ વાળા, ગર્વ થી મળતા મૃત્યુ નું,
પણ, ગુલામીથી ભરેલી માનસિકતા વાળા કાયરતા પૂર્ણ જીવનથી તો ભાઈ, હાથ જોડીએ...
🤷🙎👼🕯️⚰️🪦⚔️

સ્વાગત છે બે હાથ જોડીને, સંસારી સાધુ જેવું જીવન જીવતા પવિત્ર વ્યક્તિઓ નું,
પણ, ત્યાગ નો ખોટો દંભ દેખાડતા દોરંગાઓ થી તો ભાઈ, હાથ જોડીએ...
📿🤷🙋🫂

સ્વાગત છે બે હાથ જોડીને, કાચબા ની ધીમી ગતિએ કમાતા પરિશ્રમી એ મજૂરનું,
પણ, સસલાની સ્પીડમાં ધન ભેગું કરતા, એ ચીટર શોષણખોર શેઠિયાઓ થી તો ભાઈ, હાથ જોડીએ...
👤🧑‍🏭🧑‍🌾🧑‍🍳👳🕴️

સ્વાગત છે બે હાથ જોડીને, ઝૂંપડીમાં રહેતા ગરીબ પરિવારના આતિથ્ય રૂપી રોટલા નું,
પણ, ધનાઢયોના અહંકારી બંગલાના તો ૫૬ ભોગથી પણ ભાઈ, હાથ જોડીએ...
🛖⛺🏕️🏡🏘️🌇🌆

સ્વાગત છે બે હાથ જોડીને, આત્મનિર્ભર બનાવે તેવી, સંઘર્ષ યુક્ત તકલીફો નું,
પણ પરિશ્રમ વગર તૈયાર મળતી, પરોપજીવી બનાવતી સુખ સુવિધાઓ થી તો ભાઈ, હાથ જોડીએ...
🤔🥱🥴🤕🙄🧐

સ્વાગત છે બે હાથ જોડીને, કુટુંબ પરિવાર, સગા વ્હાલાઓ ના એ નિ:સ્વાર્થ પ્રેમ નું,
પણ, સ્વાર્થી, શંકાશીલ એ વ્હેમરૂપી પ્રેમ થી તો ભાઈ, હાથ જોડીએ...
👥🫂🗣️🙆🧓👳🧔👪👩‍❤️‍👨💑👫

સ્વાગત છે બે હાથ જોડીને, દિલથી દિલના, આત્માથી પરમાત્માના જોડાણ નું,
પણ, એ હોટલોના બિલથી બિલના, ફળાહાર થી ભોજનના જોડાણ થી તો ભાઈ, હાથ જોડીએ...
📿👥🕉️🍉🍎🍌🥝🥜🍞🍟🥮🍰🎂

સ્વાગત છે બે હાથ જોડીને, નવી આશા લઈને ઉગતા નવા વર્ષના સૂર્ય નું ,
પણ, વીતેલા વર્ષની, જૂની જંજાળની, કોરોના રૂપી યાદ થી તો ભાઈ, હાથ જોડીએ...
🌅🌄☀️🏜️🟠🟡📆📅🗓️➕💉💊🩺🔬⚙️


નાના મોઢે મોટી વાત.,🤗🤭🤔🤫☺️😊
મનિષ M કટેશીયા.
🧑‍🏫(શિક્ષક)