Friday, December 30, 2022

વિદ્યાલય દ્વારા આગામી શિક્ષણ મંદિર માટે સેન્ચ્યુરી વિસ્તારમાં બેઠક

આપણી વિદ્યાલય શિશુ મંદિર વિભાપર દ્વારા શિક્ષણ મંદિર એટલે કે નિશુલ્ક વિદ્યાર્થીઓને શિક્ષણ લાલવાડી અન્નપૂર્ણા મંદિર ખાતે  આપી રહ્યા છીએ.
વિદ્યાલય દ્વારા બીજું શિક્ષણ મંદિર કેમિકલ સેંચ્યુરી રવેચી કોલોની ખાતે ત્યાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી નિશુલ્ક શિક્ષણ મંદિર શરૂ કરવા જઈ રહ્યા છીએ આ તકે ગઈકાલે વિદ્યાલય ના ટ્રસ્ટીશ્રી, આચાર્યો  રવેચી કોલોની વિસ્તાર ના આગેવાન સાથે બેઠક કરી શિક્ષણ નું મહત્વ ની ચર્ચા કરી આગામી શિક્ષણ મંદિર શરૂ કરવાની ત્યાંના સ્થાનિક આગેવાન એ સહકાર આપશે. આ તકે વિદ્યાલય દ્વારા રવેચી કોલોની ના આગેવાન નું સન્માન કર્યું હતું. 

Tuesday, December 20, 2022

સ્કાઉટ ગાઈડ ના જિલ્લા ચીફ કમિશનર યોગેન્દ્રસિંહ જાડેજા ની વિદ્યાલય માં મુલાકાત

આપણી વિદ્યાલય ખાતે ભારત સ્કાઉટ ગાઈડ ના જામનગર જિલ્લા ચીફ કમિશનર શ્રી યોગેન્દ્રસિંહ જાડેજા ની મુલાકાત રહી તેમને વિદ્યાલય માં આગામી સમય માં સ્કાઉટ ગાઈડ ટ્રુપ શરૂ કરવા માટે માર્ગદર્શન આપ્યું તેમનું સન્માન વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું.

વિભાપર ખાતે આપણા વિદ્યાલય દ્વારા સંતો નું સન્માન

વિભાપર ખાતે શ્રી પ્રેમપૂરી બાપુ ની ૫૦ મી પુણયતિથી નિમિતે શોડશી ભંડાર નું આયોજન હતું જેમાં ઘણા બધા સંતો ની પધરામણી થઈ હતી આ નિમિતે આપણી વિદ્યાલય ના દીદી,ગુરુજી એ સંતો સાથે વાર્તાલાપ,સન્માન અને વિદ્યાલય વિશે માહિતી આપી હતી...

વાર્ષિકોત્સવ

વિદ્યાલય માં ૨૦૨૨/૨૩ "કલરવ" વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં સવારે ૧૫ કુંડી યજ્ઞ માં કુલ ૪૫ દંપતી ગાયત્રી યજ્ઞ માં જોડાયા ગાયત્રી પરિવાર દ્વારા થયેલ તેમજ સાંજે કાર્યક્રમ પૂર્વે સમસ્ત ગ્રામજનોને ભોજન રહ્યું તેમજ ત્યારબાદ વાર્ષિક ઉત્સવ રહ્યો આ કાર્યક્રમ માં મંચસ્થ મુખ્ય અધ્યક્ષ તરીકે સંઘના વરિષ્ઠ કાર્યકર્તા અને સેવા ભારતી ગુજરાત ના ટ્રસ્ટી,સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ માનનીય શ્રી નરેન્દ્રભાઇ ગૌરીશંકર દવે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જામનગર ના મેયર શ્રીમતિ બીનાબહેન કોઠારી તેમજ વિભાપર ના સરપંચ શ્રીમતિ ગીતાબહેન ચોવટીયા, વિદ્યા ભારતી દ્વારકા વિભાગ ના મંત્રી શ્રી નીલેશભાઈ વરસાણી જામનગર સંકુલ પ્રમુખ ગિરીશભાઈ બુદ્ધદેવ વિદ્યાલય ના ટ્રસ્ટ ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર, વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ,વ્યવસ્થાપકો, આચાર્યો, વાલીઓ,વિશાળ સંખ્યા માં ગ્રામજનો તેમજ જામનગર ના નાગરિકો એ કાર્યક્રમ નિહાળ્યો. આ કાર્યક્રમ શિશુવાટિકા થી કક્ષા 10 સુધી ના ૬૦૩ વિધાર્થીઓએ ભાગ લીધો. જેમાં ૨૫ જેટલી કૃતિ રહી જેમાં નૃત્ય નાટિકા,નાટક,અભિનય ગીત,મુખ્ય વક્તા નું ઉદબોધન રહ્યું કાર્યક્રમ ના અંતે આચાર્યો એ વંદે માતરમ્ નું ગાન કર્યું વિશેષ સંપૂર્ણ કાર્યક્રમ રાષ્ટ્રભાવના થી ઓતપ્રોત તેમજ સંસ્કૃતિ ને ઉજાગર રહ્યો.