વિદ્યા ભારતી ના વિદ્યાલય માં શારીરિક શિક્ષણ આધારભૂત વિષય છે. આપણી વિદ્યાલય માં પણ નિત્ય 1 કલાક શારીરિક વિકાસ માટે તાસ હોય છે. જેમાં વિદ્યાર્થીઓ રમતો,સમતા,નીયુદ્ધ,આચાર વિભાગ,વ્યાયામ યોગ ,સ્ફૂર્તિ યોગ,સૂર્ય નમસ્કાર વગેરે કરતા હોય છે. તેના વિશેષ પ્રશિક્ષણ ભાઈઓ માટે શારીરિક શિક્ષણ વર્ગ વિદ્યાલય પર રાખેલ જેમાં સાંજે 1 કલાક ની શાખા જેમાં રમત,સમતા,નિયુદ્ધ (કરાટે) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ બૌધિક સત્ર માં માનનીય ધીરુભાઈ કણસાગરા એ સંઘ પરિચય, શાખા અને નિત્ય શારીરિક શા માટે ? તેના વિશે બૌધિક સત્ર રહ્યું. ત્યારબાદ રાત્રે દેશભક્તિ ગીત, કેમ્પ ફાયર,ગરબા વગેરે માણ્યા.