Monday, October 23, 2023

વિવિધ વિભાગ ના અધિકારીઓ નું વિદ્યાલય દ્વારા સન્માન.

આપણી વિદ્યાલય પર સરકાર ના વિવિધ વિભાગ ના અધિકારીઓ  આવેલ જેમનું ભારતમાતા નું માનચિત્ર આપી વિદ્યાલય દ્વારા સન્માન કર્યું.
જેમાં ફોરેસ્ટ,બાગાયતી,રેવન્યુ,રેલવે વિભાગ ના અધિકારી નું સન્માન વિદ્યાલય દ્વારા  કર્યું.

જામનગર મહાનગરપાલિકા ના ડે.મેયર તેમજ પૂર્વ મેયર ની શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર મુલાકાત.

આજ રોજ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર જામનગર મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબહેન સોઢા તેમજ પૂર્વ મેયર અને કોર્પોરેટર શ્રી બીનાબેન કોઠારી વિદ્યાલય ના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા. સામાજીક વિજ્ઞાન વિષય માં સરકાર ના પાઠો વિશે અભ્યાસ આવતો હોય. સ્થાનિક તંત્ર એટલે કે મહાનગરપાલિકા કેવી રીતે કાર્ય કરે છે. તેમજ કોર્પોરેશન ના વિવિધ વિભાગ ના કાર્યો કેવી રીતે કરવામાં આવે છે. તે વિશે ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબહેન એ વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી. 
સાથે પૂર્વ મેયર અને કોર્પોરેટર શ્રી બીનાબહેન કોઠારી એ કોર્પોરેટર તરીકે કયા કયા કર્યો કરવાના હોય તેમજ તેમને વિદ્યાર્થીઓ ને ખુબ સારી રીતે સમજ આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. અને હાલ તેમજ ભવિષ્ય ના કાર્યો વિશે ડેપ્યુટી મેયર શ્રી એ માહિતી આપી.
આ તકે બન્ને અધિકારી શ્રી નું સ્વાગત વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું. આ સાથે વિદ્યાલય ના આચાર્યો કક્ષા ૭,૮,૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

Sunday, October 8, 2023

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નું વિદ્યાલય દ્વારા સન્માન.

જામનગર શહેર માં અનેક સેવા કાર્ય તેમજ વિશેષ ગ્રીન કોમ્યુનિટી પર અભિયાન હાલ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારું કાર્ય ચાલે છે. તે દ્વારા વિભાપર ગામ માં સફાઈ કાર્ય માટે આજે વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટ ના પ્રમુખ અને કાર્યકર્તાઓ આવેલા. ટ્રસ્ટ ના પ્રમુખ હિતેશભાઈ પંડ્યા એ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ની મુલાકાત લીધી. અને વિદ્યાલય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા વિદ્યાલય ના વિદ્યાર્થીઓનું સન્માન.

ગુજરાત વન વિભાગ ના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા હાલ 2 થી 8 ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. તે અંતર્ગત ગઈકાલે ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા આપના વિદ્યાલય ના વિદ્યાર્થી જે દરરોજ વિદ્યાલય માં પર્યાવરણ નું કાર્ય કરે છે. તેવા 
જેનીલભાઈ જગદીશભાઇ મોરઝરિયા
ચિંતનભાઈ ભાવેશભાઈ ચોવટીયા
હર્ષભાઈ ચેતનભાઈ ચુડાસમા નું સન્માન ખીજડીયા પક્ષી અભયારણ્ય ના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું સાથે વિદ્યાલય ના આચાર્યો અને વિદ્યાલય નું પણ સન્માન કર્યું.


નારીશક્તિ સંમેલન માં વિદ્યાલય ની પ્રદર્શની.

શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ જામનગર તેમજ મહિલા સમનવ્ય  જામનગર દ્વારા આયોજીત વિશાળ મહિલા સંમેલન માં  આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા તે સંમેલન માં વિદ્યાલય દ્વારા  ભારતીય નારીરત્નો વિશે ની પ્રદર્શની મુકાયેલ જેમાં ભારત ની પ્રાચીન,મધ્યકાલીન,અર્વાચીન વિશિષ્ટ મહિલાઓ ની પ્રદર્શની મુકાયેલ આ મહિલા સંમેલન માં જામનગર જિલ્લા ની અનેક મહિલાઓ ઉપસ્થિત હતા. જેમાં સૌપ્રથમ પ્રદર્શની ઉદઘાટન ત્યારબાદ અતિથિ નું  બૌધિક પછી ચર્ચા સત્ર હતું. જેમાં આપણી વિદ્યાલય ના જયશ્રીદીદી તેમજ વિપુલાદીદી એ બહેનો નું ચર્ચાસત્ર લીધું. ત્યારબાદ સંમેલન માં આવેલ બહેનો એ આપણા વિદ્યાલય દ્વારા બનેલી પ્રદર્શની નિહાળી અને પોતાનો પ્રતિભાવ લખ્યો.

Thursday, October 5, 2023

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ્ય આયોજિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જાગૃતિ રેલી

ગુજરાત વન વિભાગ ના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા હાલ 2 થી 8 ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. તે અંતર્ગત આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો અને ફોરેસ્ટ અધિકારીઓ સાથે મળી સવારે પ્રભાત ફેરી નું આયોજન થયેલ. જેમાં વિભાપર ગામ માં વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રાણીઓના મુખ તેમજ પ્લે કાર્ડ અને બેનર લઈ ને ગામ માં વન્યજીવ બચાવવા સૂત્રો થી ગામમાં જાગૃતિ આવે અને વન્યજીવો નું રક્ષણ કરે તે માટે પ્રભાત ફેરી વિભાપર ગામ માં ફરી. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ગામમાં જાગૃતિ રેલી માં ભાગ લીધો. આ તકે ખીજડીયા પક્ષી અભયારણ્ય ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા,ફોરેસ્ટર એમ.ડી ગઢવી સાહેબ,ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી જાડેજા જે.પી.હરણ તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના કર્મચારી ઉપસ્થિત હતા. તેમજ આપણી વિદ્યાલય ના  નિયામક જયશ્રીબા જાડેજા , વિદ્યાલય ના પ્રાથમિક વિદ્યાલય ના પ્રધાનાચાર્ય મયુરીબહેન કપુરિયા તેમજ વિદ્યાલય ના આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ પ્રભાત ફેરી માં હતા.

Wednesday, October 4, 2023

વિશ્વ હિંદુ પરિષદ ની શોર્ય યાત્રા નું વિદ્યાલય દ્વારા સ્વાગત.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા શરૂ કરવામાં આવી છે.  ગઈકાલે આપણી વિદ્યાલય પર આ યાત્રા નું આગમન થયું સૌ પ્રથમ વિદ્યાલય ની બહેનો દ્વારા  યાત્રા નું સ્વાગત સામેયા કર્યા. સ્વાગત માટે વિદ્યાલય ના પ્રાંગણ માં રંગોળી કરી. યાત્રા આવી ત્યારે વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ બેન્ડ અને ફટાકડા ફોડી સ્વાગત કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી રામ ના રથ નું અખિલ ભારતીય અધિકારી કાશિપતી તેમજ પ્રાંત ના અધિકારી ભગવાનભાઈ મકવાણા ,વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો, વિદ્યાર્થીઓ એ રથ નું સ્વાગત,આરતી સાથે કર્યું. વિદ્યાલય ના પ્રાંગણ માં રથ નું આગમન થતાં વિદ્યાર્થીઓ માં ખુબ ઉત્સાહ રહ્યો. બધા એ સામૂહિક રાસ કર્યો. વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકર્તા પ્રાંત વિભાગ ના અધિકારી નું સ્વાગત વિદ્યાલય દ્વારા કર્યું. તેમજ પોલીસ મિત્રો નું સ્વાગત વિદ્યાલય દ્વારા થયું.

Tuesday, October 3, 2023

વિદ્યાભારતી ના અખિલ ભારતીય અધિકારી શ્રી કાશીપતીજી નો વિદ્યાલય પર પ્રવાસ.

વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન ના કાર્યકારની સદસ્ય તેમજ પૂર્વ સંગઠન મંત્રી શ્રી કાશીપતિ નો પ્રવાસ વિદ્યાલય પર રહ્યો. 
સૌ પ્રથમ દિવસે સવારે તેનું વિદ્યાલય પર આગમન થયું. 
સૌપ્રથમ સવારે વિદ્યાલય ના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી.ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદ ની  શૌર્યયાત્રા નું સ્વાગત અને આરતી કરી. પછી વિદ્યાલય ના આચાર્યો નો પરિચય કરી તેમની સાથે વાતચીત કરી. ત્યારબાદ બપોરે શિક્ષણ મંદિર ના આચાર્યો સાથે પરિચય,બેઠક કરી તેમજ આચાર્યો ને માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ સાંજે આપણી વિદ્યાલય દ્વારા ચાલતા ગોકુલનગર પાસે આવેલ વિસ્તાર ના  ૨ શિક્ષણમંદિર ની મુલાકાત કરી. ત્યાંના આચાર્ય,બાળકો તેમજ ત્યાંના વાલી સાથે મુલાકાત કરી. 
સાંજે જામનગર વિદ્યાલય ના ટ્રસ્ટી તેમજ આપણા વિદ્યાલય ના વ્યવસ્થાપકો સાથે વાતચીત કરી હતી.
બીજા દિવસે સવારે સચાણા ગામે મુલાકાત લીધી હતી.ત્યાં હંશેશ્વર મહાદેવ ની મુલાકાત લીધી.ત્યાંથી ચેંચ્યુરી ખાતે આવેલ શિક્ષણ મંદિર ની મુલાકાત લીધી.તેમજ જામનગર માં આવેલ દરિયાઈ વિસ્તારો નો પરિચય મેળવ્યો.ત્યારબાદ વિદ્યાલય ની મુલાકાત કરી. ત્યારબાદ વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર તેમજ  વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી એ કાશીપતિજી નું સન્માન કર્યું. કાશીપતિજી સાથે ગુજરાત પ્રાંત શિક્ષણમંદિર ના સંયોજક શ્રી ભગવાનજીભાઈ મકવાણા નો પ્રવાસ પણ રહ્યો. આ બન્ને અધિકારી નો પ્રવાસ વિદ્યાલય દ્વારા ચાલતા ૪૦ સંસ્કાર કેન્દ્રો ની જાણકારી તેમના આચાર્યો સાથે પરિચય બેઠક અને સંસ્કાર કેન્દ્ર ની મુલાકાત મુખ્ય હેતુ હતો.