શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ જામનગર તેમજ મહિલા સમનવ્ય જામનગર દ્વારા આયોજીત વિશાળ મહિલા સંમેલન માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા તે સંમેલન માં વિદ્યાલય દ્વારા ભારતીય નારીરત્નો વિશે ની પ્રદર્શની મુકાયેલ જેમાં ભારત ની પ્રાચીન,મધ્યકાલીન,અર્વાચીન વિશિષ્ટ મહિલાઓ ની પ્રદર્શની મુકાયેલ આ મહિલા સંમેલન માં જામનગર જિલ્લા ની અનેક મહિલાઓ ઉપસ્થિત હતા. જેમાં સૌપ્રથમ પ્રદર્શની ઉદઘાટન ત્યારબાદ અતિથિ નું બૌધિક પછી ચર્ચા સત્ર હતું. જેમાં આપણી વિદ્યાલય ના જયશ્રીદીદી તેમજ વિપુલાદીદી એ બહેનો નું ચર્ચાસત્ર લીધું. ત્યારબાદ સંમેલન માં આવેલ બહેનો એ આપણા વિદ્યાલય દ્વારા બનેલી પ્રદર્શની નિહાળી અને પોતાનો પ્રતિભાવ લખ્યો.