Monday, December 25, 2023

દ્વિતીય સંકુલ વર્ગ જામનગર

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ નો જામનગર સંકુલ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ જામનગર શિશુમંદિર ખાતે યોજાયો.
જેમાં જામનગર,વિભાપર,ધ્રોલ, કાલાવડ, નીકાવા, લાલપુર સ્થાન ના આચાર્યો તેમજ પ્રધાનાચાર્યો હતા.
જેમાં સવારે આચાર્યો એ વંદના કરી જેમાં આપણી વિદ્યાલય ના મયુરીદીદી મંચસ્થ રહ્યા. જેમાં પૂર્વ શિક્ષક શ્રી ચાંદ્ર સાહેબ એ શિક્ષણ તેમજ આગામી રામ જન્મભૂમિ પુન: પ્રતિષ્ઠા અભિયાન વિશે વાત કરી.ત્યારબાદ બીજા સત્ર માં શિશુ વિભાગ માં વિવિધ ધોરણો માં  ગણિત કેવી રીતે લેવું તેમજ પ્રાથમિક માધ્યમિક ના આચાર્યો એ સરળ રીતે  ગણિત કેમ શિખડાવું ની સમજ લીધી.  શિશુ નું સત્ર આપણાં વિદ્યાલય ના રીનાદીદી એ લીધું. ત્યારબાદ બપોરે બેગલ્સ ડે વિશે ખૂબ સરસ માહિતી અને આયોજન વિશે આપણી વિદ્યાલય ના હેમાંશુ ગુરુજી એ લીધું. તેમજ શિશુ વિભાગ માં અભિનય ગીત નો અભ્યાસ કર્યો.
તેના પછી સત્ર માં શિશુ વિભાગ માં અભિનય સાથે વાર્તા આપણી વિદ્યાલય ના શિશુ ના આચાર્યો એ ખૂબ સારી રીતે કરી. પ્રાથમિક માં ભાષા સત્ર આપણી વિદ્યાલય ના મયુરીદીદી એ લીધું તેમજ વિજ્ઞાન વિષય નું સત્ર આશિષગુરુજી એ લીધું.
આ આચાર્ય વર્ગ માં આચાર્યો ને નવીન પ્રયોગ તેમજ અભ્યાસ કેમ સરળ બને તેમજ વિવિધ વિષયો જાણી શકે તે માટે કરવામાં આવ્યો. આ તકે પ્રાંત સહ મંત્રી તેમજ દ્વારકા વિભાગ મંત્રી નિકાવા પ્રધાનાચાર્ય નિલેશભાઈ વરસાણી ઉપસ્થિત હતા. આપણી વિદ્યાલય ના શિશુ વાટિકા ના માર્ગદર્શક પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ તેમજ દ્વારકા વિભાગ સમન્યવક શ્રી રીનાબહેન દવે ની ઉપસ્થિતિ રહી હતી.

Sunday, December 24, 2023

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નું પ્રાંત ખેલકૂદ માં ઉત્કૃષ્ઠ પરિણામ.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ગુજરાત પ્રાંત એટલે કે રાજ્ય કક્ષા ના વિદ્યા ભારતી ના ખેલકૂદ ગોધરા મુકામે રમવા ગયા હતા. જેમાં 
1.રૂદ્રભાઇ જગદીશભાઇ કથીરીયા
ગોળાફેંક કિશોર વિભાગ માં પ્રથમ
બરછી ફેંક કિશોર વિભાગ માં દ્વિતીય
ઊંચીકુદ કિશોર વિભાગ માં દ્વિતીય નંબર મેળવ્યો.
2. આદિત્યભાઈ નિલેશભાઈ ચાવડા
ઊંચીકુદ બાલ વિભાગ માં પ્રથમ નંબર 
3. નીલભાઇ કમલેશભાઈ ગઢવી
મેડિસન ફેંક બોલ મા પ્રથમ
4. વેદભાઇ ધર્મરજભાઇ પુરોહિત
ચક્રફેંક બાલ વિભાગ માં પ્રથમ
ગોળાફેંક બાલ વિભાગ માં દ્વિતીય
આપણી વિદ્યાલય નું પ્રાંત ખેલકૂદ માં ઉત્કૃષ્ઠ પરિણામ રહ્યું.
પ્રથમ નંબર ના વિજેતા આગળ પશ્ચિમક્ષેત્ર માં રમવા જશે.
સાથે આપણી વિદ્યાલય ના આચાર્યો
હેમાંશુભાઈ પરમાર તેમજ સરોજબા જાડેજા એ પ્રાંત ખેલકૂદ માં નિર્ણાયક તરીકે કાર્ય કર્યું.


Sunday, December 17, 2023

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો વિદ્યારંભ સંસ્કાર.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં આવે છે. તેમજ નાના બાળકો નો વાંચન અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ માં ૧૬ સંસ્કાર નું મહત્વ છે. જેમાં શિશુવાટિકા ના બાળકો નો દર વર્ષે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે.આ તકે વિદ્યાલય ના શિશુ એટલે કે નાના બાળકો નો સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ બાળકો એ આપણા વેદો ની શોભાયાત્રા વિભાપર ના  રામમંદિર સુધી કાઢવામાં આવી ત્યારબાદ વેદો નું પૂજન, યજ્ઞ, સરસ્વતી વંદના કરી સંસ્કાર કરવામાં આવ્યા. આ સંસ્કાર માં ૬૮ બાળકો અને તેના વાલી તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ના અતિથી તરીકે આરોગ્ય ભારતી ના અધિકારીદિપાલીબહેન પંડ્યા,યોગ ટ્રેનર  દીપ્તિબહેન પંડ્યા, દિલીપભાઈ ફળદુ,નવીનભાઈ કોઠારી,કશ્યપભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. 
આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો વિદ્યાલય ના નિયામક તેમજ આચાર્યો સહભાગી રહ્યા હતા.વિશેષ આપણી વિદ્યાલય ના શિશુ વાટિકા ના માર્ગદર્શક શ્રી રીનાબહેન દવે પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ તેમજ પ્રાંત પૂર્ણકાલીન કાર્યકર્તા ની ઉપસ્થિત રહ્યા હતા.























Tuesday, December 12, 2023

વિદ્યાભારતી ના સૌરાષ્ટ્ર સંભાગ રમતોત્સવ માં શિશુ મંદિર વિભાપર નું શ્રેષ્ઠ પરિણામ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ખેલકૂદ અંતર્ગત તારીખ ૯,૧૦ ડિસેમ્બર ના સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ ભાવનગર ખાતે યોજાઇ ગયો. તેમાં એથલેટિક્સ વિભાગ ની રમતો હતી.જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કુલ ૧૯ પ્રતિભાગી એ ભાગ લીધો.
જેમાં વિદ્યાલય ને ૧૦ જેટલા પ્રથમ એટલે કે ગોલ્ડ
અને ૧૧ જેટલા દ્વિતીય એટલે કે સિલ્વર મેડલ મેળવ્યા.
વિભાપર શિશુમંદિર વિદ્યાલય નું  સમગ્ર સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું.
જેમાં 

1. રુદ્રભાઈ જગદીશભાઇ કથીરીયા 
ગોળા ફેંક બરછી ફેંક તેમજ ઊંચીકુદ માં
કિશોર વિભાગ ભાઈઓ માં ત્રણ રમત માં પ્રથમ ક્રમાંક અને સંભાગ તેમજ સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ રમતવીર બન્યા.
2. આદિત્યભાઈ ચાવડા
જેઓ  બાલ વિભાગ ભાઈઓ માં ઉંચીકૂદ માં પ્રથમ, લાંબીકૂદ માં પણ પ્રથમ તેમજ ૧૦૦ મીટર દોડ માં દ્વિતીય ક્રમાંક મેળવયો.
3. વેદભાઈ ધર્મરાજભાઈ પૂરોહિત 
ગોળા ફેંક તેમજ ચક્ર ફેંક માં
બાલ વિભાગ ભાઈઓ માં બન્ને માં પ્રથમ
4. તૃષાબહેન ચૂડાસમા
કિશોર વિભાગ બહેનો માં ઊંચીફૂદ માં પ્રથમ
5. મોહિતભાઈ ચૌધરી
50 મીટર માં પ્રથમ
6. નીલભાઈ ગઢવી
મેડીસિન બોલ માં પ્રથમ
7. નેહલબા સોઢા
ગોળા ફેંક 
કિશોર વિભાગ બહેનો માં  દ્વિતીય
8. મીરાબહેન સુનિલભાઈ સંઘાણી
ગોળા ફેંક માં
બાલ વિભાગ માં બન્ને માં દ્વિતીય
9.જોનસી માંડવીયા
600 મીટર માં દ્વિતીય
10.ધ્રુવીબહેન દોમડીયા
400 મીટર માં દ્વિતીય
11.નિખિલભાઈ રાઠોડ
3000 મીટર દોડ માં દ્વિતીય
12.હાર્દિકભાઈ પરમાર
13.1500 મીટર માં દ્વિતીય.
10. કિશોર વિભાગ રિલે દોડ માં દ્વિતીય
(ઋષિભાઈ,દેવભાઈ,વીરભાઈ,ખુશાલભાઈ)
પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓ આગામી ૨૩,૨૪ ડિસેમ્બરના રોજ ગોધરા મુકામે પ્રાંત કક્ષા(રાજ્ય કક્ષા) માં સૌરાષ્ટ્ર નું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાલય પરિવાર તરફથી તામામ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા.
તેમજ વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર, ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી તેમજ વિદ્યાલય ના નિયામક, પ્રધાનાચાર્યો અને આચાર્યો એ શુભકામનાઓ આપી.