Sunday, December 17, 2023

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો વિદ્યારંભ સંસ્કાર.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં આવે છે. તેમજ નાના બાળકો નો વાંચન અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ માં ૧૬ સંસ્કાર નું મહત્વ છે. જેમાં શિશુવાટિકા ના બાળકો નો દર વર્ષે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે.આ તકે વિદ્યાલય ના શિશુ એટલે કે નાના બાળકો નો સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ બાળકો એ આપણા વેદો ની શોભાયાત્રા વિભાપર ના  રામમંદિર સુધી કાઢવામાં આવી ત્યારબાદ વેદો નું પૂજન, યજ્ઞ, સરસ્વતી વંદના કરી સંસ્કાર કરવામાં આવ્યા. આ સંસ્કાર માં ૬૮ બાળકો અને તેના વાલી તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ના અતિથી તરીકે આરોગ્ય ભારતી ના અધિકારીદિપાલીબહેન પંડ્યા,યોગ ટ્રેનર  દીપ્તિબહેન પંડ્યા, દિલીપભાઈ ફળદુ,નવીનભાઈ કોઠારી,કશ્યપભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. 
આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો વિદ્યાલય ના નિયામક તેમજ આચાર્યો સહભાગી રહ્યા હતા.વિશેષ આપણી વિદ્યાલય ના શિશુ વાટિકા ના માર્ગદર્શક શ્રી રીનાબહેન દવે પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ તેમજ પ્રાંત પૂર્ણકાલીન કાર્યકર્તા ની ઉપસ્થિત રહ્યા હતા.