▼
Thursday, January 18, 2024
શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ ઉદ્યોગ ની મુલાકાત લીધી. (બેગલેસ ડે)
શ્રી સરસ્વતી શીશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૮,૯ ના વિદ્યાર્થીઓ એ જામનગર થી નજીક આવેલ ફલ્લા રોડ પર આવેલ દોરા તેમજ સ્પિન ની વિશ્વ પ્રખ્યાત સ્પિંટેક્સ પ્રા. લિમિટેડ કંપની માં વિદ્યાર્થીઓ એ મુલાકાત લીધી હતી. આ તકે સૌ પ્રથમ વિદ્યાર્થીઓ વિવિધ વિભાગ ની મુલાકાત લીધી. તેમજ મશીનો વિશે જાણકારી મેળવી. ત્યાંના મેનેજિંગ ડિરેક્ટર સુરેશભાઈ કાછડીયા તેમજ લીનાબહેન કાછડીયા સાથે રહ્યા. તેમજ કંપની ના અધિકારીઓ અને કર્મચારી એ કંપની વિશે સરસ માર્ગદર્શન આપ્યું. નવી શિક્ષણ નીતિ માં બેગ લેસ ડે નું મહત્વ છે. આ દિવસે વિદ્યાર્થીઓ ની રસપ્રદ માહિતી કંપની ની મળી વિદ્યાર્થીઓ એ કર્મચારી ને કંપની વિશે પ્રશ્નો પૂછ્યા. મુલાકાત બાદ કંપની દ્વારા વિદ્યાર્થીઓ ને અલ્પાહાર કરાવવામાં આવ્યો. આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના નિયામક જયશ્રી દીદી, માઘ્યમિક પ્રધાનાચાર્ય શ્રી વિપુલાબહેન વિરાણી તેમજ પ્રચાર પ્રમુખ હેમાંશુગુરુજી હતા. સાથે પૂર્વ છાત્ર અને ઉદ્યોગપતિ નિખિલભાઈ પાંભર ઉપસ્થિત હતા.