▼
Friday, January 26, 2024
૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે ૨૬ જાન્યુઆરી નિમિતે વિદ્યાલયમાં ધ્વજવંદન યોજાયું જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,પરિચય તેમજ ધ્વજવંદન આપણી વિદ્યાલય ના પૂર્વ પ્રધાનાચાર્ય સંધ્યાબહેન જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ આશિષગુરુજી એ પ્રજાસત્તાક દેશ અને ભારત ના બંધારણ વિશે સમજ આપી. ત્યારબાદ ખેલ મહાકુંભ તેમજ પ્રાંત ખેલકૂદ માં પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું. સંસ્કૃતિ જ્ઞાન વિભાગ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધા માં વિભાગ પ્રથમ આવેલ વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી નું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભારત માતા ના પૂજન શા માટે તેમના વિશે સમજ મેળવી. ત્યારબાદ સૌ ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ છાત્રો,આચાર્યો અને વાલીઓ એ ભારતમાતા પૂજન કર્યું.