સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
▼
Sunday, March 10, 2024
કક્ષા ૭ થી ૯ ના વિદ્યાર્થીઓ નો શારીરિક વર્ગ
ગઈકાલે આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૭ થી ૯ ના વિદ્યાર્થીઓનો શારીરિક વર્ગ યોજાયો જેમાં સૌ પ્રથમ શાખા લગાવવી જેમાં સમતા,નીયુદ્ધ (કરાટે) રમતો અને આચાર પદ્ધતિ નો અભ્યાસ કર્યો ત્યારબાદ પ્રાથના અભ્યાસ, ગીત અભ્યાસ ત્યારબાદ સંઘ ના જામનગર નગર ના બાલ પ્રમુખ વિવેકભાઈ નકુમ એ સંઘ કાર્ય ની વિશે માહિતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ રામધૂન, હનુમાન ચાલીસા તેમજ રાસ રમ્યા અને રાત્રે પોતે સાથે લાવેલ ટિફિન સૌ વિદ્યાર્થીઓ એ સામૂહિક ભોજન મંત્ર બાદ ભોજન લીધું. ત્યારબાદ વિદ્યાર્થીઓ ખો - ખો , કબ્બડી અને નારગોલ જેવી રમતો રમ્યા પછી રાત્રે કેમ્પ ફાયર સાથે બટેટા ની મોજ માણી અને વાર્તા કથન થઈ.