Thursday, June 20, 2024

વિશ્વ યોગ દિવસ ની ઉજવણી.

આપણી વિદ્યાલય 
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે જામનગર નજીક આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ નિમિતે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય થી યોગ દિવસ ની શરૂવાત થઈ ત્યારબાદ વિવિધ આસનો,પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ,શુધ્ધિ ક્રિયા તેમજ ધ્યાન કરવામાં આવ્યું. વિદ્યા ભારતી વિદ્યાલયો માં યોગ વિષય નું વિશેષ મહત્વ છે. તેમજ વિદ્યાલય માં દરરોજ વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર તેમજ યોગ કરે છે. કાર્યક્રમ બાદ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું આ તકે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. સોસાયટી ના ડિરેક્ટર અને ઉદ્યોગપતી પ્રકાશભાઈ બોરસદિયા વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો અને મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સૌ એ વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ માં  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
આ યોગ દિવસ ના સંયોજક શ્રી મનીષભાઈ કટેશિયા હતા.