જેમનો વિષય હતો જીવનનો ઘનિષ્ઠમ અનુભવ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી નિયામકશ્રી જયશ્રીબેન જાડેજા પ્રધાન આચાર્ય દીક્ષાબેન અમરેલીયા ,માર્ગદર્શક તેમજ શિશુવાટિકા ના પ્રાંત પ્રમુખ રીનાબેન દવે ઉપસ્થિતિ રહ્યા હતા. શિશુ વાટિકા ના બાળકો અને વાલી ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ માં સરસ્વતીની વંદના થઈ ત્યારબાદ અલગ અલગ કક્ષમાં વાલી દ્વારા ક્રિયા કલાપો અને વિદ્યા ભારતી પરિચય પર બૌધિક રહ્યું. જે શીતલબેન તારાપરા દ્વારા વિષયની પ્રસ્તુતિ થઈ.
▼
Thursday, July 25, 2024
Monday, July 22, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ભારતીય કાયદા ની જાણકારી તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય કાયદા ની જાણકારી તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો જેમાં પોલીસ અધિકારી Dysp શ્રી નયનાબહેન ગોરડિયા બેડી મરીન ના પી.એસ.આઇ વી.એન પોપટ સાહેબ સાથે બેડી મરીન ના કોન્સ્ટેબલ દક્ષાબહેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. નયનાબહેન ગોરડિયા એ વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઇમ અવેરનેશ,Gpsc વિશે માર્ગદર્શન, પોલીસ વિભાગ ની કામગીરી, કાયદાકીય માર્ગદર્શન તેમજ અધિકારી તરીકે પોતાનો અનુભવ કહ્યો. આવેલ અધિકારી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ થી ખુબ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય દ્વારા આવેલ અધિકારી નું સન્માન કરાયું. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી, પ્રધાનાચાર્યો, આચાર્યો તેમજ કક્ષા ૮,૯,૧૦ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ થી વિદ્યાર્થીઓ માં કાયદાકીય સમજ તેમજ તેના થી બચવા નું માર્ગદર્શન મળ્યું.
Sunday, July 21, 2024
ગુરુપૂર્ણિમા નિમિતે શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પૂજન.
આજ રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુરૂપૂર્ણિમા નિમિતે દિપ પ્રાગટ્ય,વંદના ત્યારબાદ ગુરૂપૂર્ણિમા પર બૌધિક રહ્યું. ત્યારબાદ પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પૂજન કરવામાં આવ્યું.