Wednesday, August 14, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર ૭૮ મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો.

આજ રોજ ૧૫ મી ઓગષ્ટ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ૭૮ મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભેર ઉજવાયો.
સૌ પ્રથમ વિદ્યાર્થીઓ એ અતિથિ નું ઘોષ (બેન્ડ) સાથે સ્વાગત કર્યું ત્યારબાદ અતિથિ તેમજ ટ્રસ્ટી,વ્યવસ્થાપકો એ દિપ પ્રાગટ્ય કર્યું માં સરસ્વતી ની વંદના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ ધ્વજ વંદન ના કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રી ધિરેનભાઈ મોનાણી હતા જેઓ હાલ જામનગર શહેર ના વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર તેમજ સામાજિક આગેવાન છે. તેમજ જામનગર સોની સમાજ ના પૂર્વપ્રમુખ હતા. સાથે તેમના ભાઈ શ્રી હેમંતભાઈ મોનાણી જેઓ પ્રમુખ શ્રી
શ્રી વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવામંડળ જામનગર ( સોની સમાજ )  બંને ભાઈઓ શિક્ષક અને સામાજિક કાર્યકર્તા  તરીકે જામનગર માં કાર્ય કરે છે. તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ અતિથિ શ્રી ધીરેનભાઈ એ આજ ના દિવસ ને અનુરૂપ વાત કરી ત્યારબાદ વિદ્યાભારતી ના પ્રાંત ખેલકૂદ માં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર આવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.  ત્યારબાદ કક્ષા ૯ ના વિદ્યાર્થિની યાત્રીબહેન એ ખૂબ સારી જુસ્સા સાથે સ્પીચ આપી. ત્યારબાદ વિદ્યાલય ના ભાઈઓ બહેનો એ સુંદર મજાનું આજ ના ભારત ની સ્થિત  અનુરૂપ ગીત રજૂ કર્યું , ત્યારબાદ વિદ્યાર્થીઓ એ કેપ્ટન વિક્રમ બત્રા ના જીવન પર સરસ નાટક રજુ કર્યું. જે ખૂબ જ પ્રેરણાદાયી હતું ત્યારબાદ વિદ્યાલય ના આચાર્યો જેમને સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માં ઉતીર્ણ થયેલ આચાર્ય નું સન્માન કરવામાં આવ્યું. કલ્યાણ મંત્ર પછી કાર્યક્રમ પૂર્ણ થયો. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, વાલીઓ,પૂર્વ છાત્રો,વિભાપર ગામ ના ગ્રામજનો,આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.