Monday, October 31, 2022

શિશુ મંદિર વિભાપર દ્વારા ગોપાષ્ટમી નિમિતે ગૌ પૂજન

કારતક માસની આઠમ પર ઉજવવામાં આવે છે ગોપાષ્ટમી. આજે એટલે કે 1 નવેમ્બર રોજ આ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી ગાયની સુરક્ષા થાય તે માટે આ પર્વની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ દિવસે સૌથી પહેલીવાર શ્રીકૃષ્ણ ગાય ચરાવવા નીકળ્યા હતા અને તેમની લીલાઓનો પ્રારંભ થયો હતો. આ દિવસની ઉજવણી ત્યારબાદ ખાસ પૂજા અર્ચના કરી કરવામાં આવે છે. 

ગોપાષ્ટમીના દિવસે સૂર્યોદય સમયે સ્નાનાદિ કર્મ કરી ગાયોને સ્નાન કરાવવામાં આવે છે અને ગાયને હળદરની છાપ કરવામાં આવે છે. આ દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા કરવાનું વિધાન હોય છે. એવી માન્યતા છે કે આજના દિવસે ગાયના પગ વચ્ચેથી પસાર થનારને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગાયની પૂજા, ધૂપ દીપથી કરવામાં આવે છે. 

ગાય ને લીલું ઘાસ ખવડાવી તેની પરીક્રમા કરવામાં આવે છે. ગાય જ્યારે સંધ્યા સમયે પરત ફરે છે ત્યારે તેના પગ ધોઈ અને તેને તિલક કરી ફરી પૂજા કરવામાં આવે છે. 
આજ રોજ ગોપાષ્ટમી નિમિતે શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપાર ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો,વાલીઓ,વિદ્યાર્થીઓ એ ગાય નું પૂજન કર્યું...
વંદે ગૌમાતરમ્

Saturday, October 22, 2022

દિવાળી પર્વ પર સેવા કાર્ય....

હાલ દિવાળી પર્વ આવી રહ્યું છે. આ અંતર્ગત શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો સોસાયટી લી., શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર તેમજ કેશવજી મેઘજીભાઈ પાંભર પરિવાર ના સયુંકત ઉપક્રમે જામનગર ના અલગ અલગ વિસ્તાર માં દિવાળી નિમિતે મીઠાઈ,ફરસાણ,ફટાકડા નું જરૂરિયાત વાળા વિસ્તારો માં  કીટ વિતરણ કર્યું...માનવ સેવા એજ પ્રભુ સેવા..

Wednesday, October 19, 2022

શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ સંકુલ ખેલકૂદ માં મેદાન માર્યું ...

ગઈકાલે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ નો જામનગર સંકુલ નો ખેલકૂદ યોજાયો જેમાં 6 વિદ્યાલય માંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં આપણી વિધાલય ના વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યા માં ભાગ લીધો. વિદ્યાલય સ્તર પર યોજાયેલ રમત માં પ્રથમ આવનાર ને સંકુલ (જિલ્લા) માં જવાનું હોય છે.
આ ખેલકૂદ કાલાવડ જીવન જ્યોત વિદ્યાલય માં યોજાયો હતો 
જેમાં આપણી વિદ્યાલય માંથી અનેક રમતો માં વિજેતા થયા . આપણી વિદ્યાલય માંથી પ્રથમ ક્રમાંક 14 દ્વિતીય ક્રમાંક માં 23 વિદ્યાર્થીઓ હતા.. સંકુલ માં પ્રથમ આવનાર આપણા વિદ્યાર્થીઓ આગળ સૌરાષ્ટ્ર સંભાગ સ્તરે જશે. આ સમગ્ર સંકુલ ખેલકૂદ ના સંયોજક આપણી વિદ્યાલય ના હેમાંશુ ગુરુજી હતા.તથા આપણી વિદ્યાલય ના સરોજ દીદી એ કોચ તરીકે રહ્યા....

Thursday, October 13, 2022

આજની વિવિધ કાર્યકર્તાઓ,અધિકાર ની વિદ્યાલય માં મુલાકાતો

આજ રોજ આપણી વિદ્યાલય પર સૌપ્રથમ કાલાવડ શિશુ મંદિર  ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તા તેમની સાથે નીતિનભાઈ અકબરી (સહ મંત્રી) તેમજ વહીવટી આચાર્ય શ્રી દિપકભાઈ ગોંડલિયા એ મુલાકાત લીધી આ ઉપરાંત અમરેલી શિશુ મંદિર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ટીંબડીયા, દ્વારકા વિદ્યાલય ના નયનાબહેન રાણા જેવા વિદ્યા ભારતી ના કાર્યકર્તા વિદ્યાલય ની મુલાકાત લીધી. તથા ખીજડીયા પક્ષી અભ્યાણ્ય ના ફોરેસ્ટર દક્ષાબહેન વઘાસિયા એ પણ મુલાકાત લીધી. 

કાયદાકીય માર્ગદર્શન

આપણી વિદ્યાલય માં દિનાંક 08/10/2022 ના રોજ જામનગર જિલ્લા કાનુની સતા સેવા મંડળ દ્વારા પોસ્કો કાયદા વિશે સમજ કક્ષા 8,9,10 ના વિદ્યાર્થીઓને જાણીતા એડવોકેટ શ્રી નિમિષાબેન ત્રિવેદી દ્વારા મળી. આ તકે તેમને કાયદાકીય માહિતી સ્વસુક્ષા વિશે વાત કરી.

સ્વચ્છ ગામ સ્વચ્છ ભારત

 તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ સાગર ભારતી જામનગર તથા શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાગર સુરક્ષિત ભારત અંતર્ગત શ્રી સરસ્વતી શિશુમંદિર ના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી જાગૃતિ માટે તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સમગ્ર વિભાપર માં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિત કર્યું અને નદી ની આજુબાજુ પ્લાસ્ટિક એકત્રિત કર્યું.
આ કાર્યક્રમ માં શિશુ મંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને સાગર ભારતી ના કાર્યકર્તાઓ જોડાયા હતા.
તથા આ કાર્યક્રમ નો સહયોગ શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.સોસાયટી એ આપ્યો.

વિદ્યારંભ સંસ્કાર

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ વાટિકા નો વિદ્યારંભ સંસ્કાર યોજાયો.
વિદ્યારંભ સંસ્કાર બાળક જ્યારે 4 વર્ષ નો હોય ત્યારે કરવામાં આવે છે. વિદ્યારંભ સંસ્કાર પછી બાળકો અભ્યાસ નો પ્રારંભ કરે છે. આ તકે વિદ્યાલય દ્વારા ગ્રંથો ની શોભાયાત્રા, સંસ્કાર યજ્ઞ, તથા વિદ્યારંભ માટે પુસ્તક પૂજન વાંચન કરવામાં આવ્યું. આ સંસ્કાર માં 80 જેટલા બાળકો તેમના પરિવારજનો તથા વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ,મુખ્ય અતિથિ તરીકે કરિશ્માબહેન નારવાણી,જયેન્દ્રભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી અન્ય ટ્રસ્ટીશ્રીઓ ,વ્યવસ્થાપકો,નિયામક શ્રી જયશ્રીબા જાડેજા ,તેમજ આચર્યો જોડાયા હતા. આ કાર્યક્રમ ના સંયોજક દમયંતીબેન અમરેલીયા હતા.