આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિભાપર થી ૪ કી.મી દૂર અગરિયા વિસ્તાર માં આવેલ સેનચ્યુરી કેમિકલ ખાતે રવેચી કોલોની માં જરૂરિયતમંદ પરિવાર ના બાળકો ને નિશુલ્ક શિક્ષણ આપવા શિક્ષણ મંદિર આજ થી શરુ કર્યું. આ શિક્ષણ મંદિર માં દરરોજ ૨ કલાક શિક્ષણ નિશુલ્ક આપવામાં આવશે.
આજ ના દિવસે સ્થાનિક આગેવાન દ્વારા દિપ પ્રાગટય,વંદના સ્વદેશી રમતો અને શિક્ષણ કાર્ય ની આજ થી શરૂવાત કરી.. આપણી વિદ્યાલય દ્વારા પહેલા થી લાલવાડી અન્નપૂર્ણા મંદિર ખાતે શિક્ષણ મંદિર ચાલે છે આજે બીજા શિક્ષણ મંદિર નો શુભારંભ થયો...