Sunday, January 8, 2023

વિદ્યાલય નો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન નરારા ખાતે શૈક્ષણિક શિબિર

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
નો કક્ષા ૯,૧૦ નો શૈક્ષણિક શિબિર માટે નરારા મુકામે પ્રવાસ યોજાયો
જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ વિભાપર થી પ્રયાણ કરી બપોરે નરારા ટાપુ પહોંચ્યા ત્યાં ફોરેસ્ટર દ્વારા રીફ વિશે પરીચય આપ્યો.ભરતી,ઓટ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ ચેર ના જંગલો ની મુલાકાત લીધી
ત્યાંથી ત્યાં આવેલ મ્યુઝીયમ ની મુલાકાત લીધી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ રમતો રમ્યા સાંજે ધ્યાન,પ્રાથના કરી
રાત્રે કેમ્પ ફાયર માં વાર્તા,તારા દર્શન,ગરબા દેશભક્તિ ગીતો સાથે મજા માણી.
વહેલી સવારે વંદના બાદ  દરિયાઈ વિસ્તાર માં અનેક દરિયાઈ જીવો ની મુલાકાત લીધી.જેમાં અલગ અલગ જાત ના પરવાળા, ઓક્ટોપસ,અલગ અલગ જાતિ ના કરચલા,પફર ફિશ,દરિયાઈ ગોકળ ગાય, તારા માછલી,સમુદ્રી કાકડી,દરિયાઈ કાનખજુરો વગેરે દરેક વિદ્યાર્થીઓને સપર્શ કરાવી માહિતી આપી.
ત્યારબાદ પરત ફરતા મીરર હોલ માં કાચ ની ભૂલ ભૂલામણી માં ગયા અને છેલ્લે લેક્ચર માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરમુર સાહેબ એ આપ્યું તેમજ વિશેષ માં પ્રકૃતિ વિદ સુરેશભાઈ ભટ્ટ એ માર્ગદર્શન આપ્યું પછી ક્વિઝ બાદ વિદ્યાર્થીઓ આશાપુરા માતા અને પંચમુખી હનુમાનજી ના દર્શન કરી પરત ફર્યા..