વિદ્યાલય પર ગુજરાત પ્રાંતના શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ના પ્રકલ્પ પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ મકવાણા જેઓ પૂર્ણ કાલીન કાર્યકર્તા તેમજ શિશુ મંદિર સિદ્ધપુર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી નો પ્રવાસ આપણી વિદ્યાલય પર રહ્યો. વિભાપર શિશુ મંદિર વિદ્યાલય દ્વારા ચાલતા અલગ અલગ શિક્ષણ મંદિરની મુલાકાત લઈ ત્યાંના બાળકો,પરિવાર તેમજ આચાર્યો ને મળી વિશેષ માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ દિવસ દરમિયાન આચાર્ય સાથે પરિચય બેઠક, ટ્રસ્ટીઓ સાથે શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) વિષય આધારિત ચર્ચા અને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર સાથે ૨૦૨૫ સુધીનાં શિક્ષણ મંદિરનાં વિકાસના આયોજન માટે વિશેષ ચર્ચા કરી. તેમજ શિક્ષણ મંદિર ના જૂના તેમજ નવા કાર્યકર્તાને નાનું એવું પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલ. જે વર્ગ ખુબજ માહિતી સભર રહ્યો.