Monday, September 4, 2023

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકૂલ ખેલકુદ યોજાયો.

 આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર ના વિદ્યાર્થીઓએ સંકૂલ ખેલકૂદ માં ઉત્કૃસ્ઠ પરિણામ.  


વિદ્યાભારતી જામનગર સંકુલ કક્ષા નો ખેલકુદ વિભાપર વિદ્યાલય દ્વારા આયોજિત થયો. જેમાં જામનગર જિલ્લા ના જામનગર,વિભાપર,ધ્રોલ,લાલપુર, કાલાવડ તેમજ નિકાવા વિદ્યાલય ના કુલ ૨૬૫ જેટલા પ્ર્તિભાગી એ ભાગ લીધો.

આ ખેલકુદ લાલવાડી વિસ્તારમાં આવેલ શાળા નંબર ૧ માં યોજાયો. 

જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું આગમન તેમજ પ્રસ્થાન કર્યું. 







ત્યારબાદ ઉપસ્થિત અતિથી,ટ્રસ્ટીશ્રીઓ તેમજ આચાર્યો દ્વારા દીપ પ્રાગટ્ય થયું. 







દીપ પ્રાગટય બાદ આપણી વંદના કરવામાં આવી અને ત્યારબાદ સ્વાગત,પરિચય થયો. જેમાં સ્પોર્ટ્સ કોચ તરીકે હસમુખભાઈ કુંભારાણા,રાજુભાઇ અગ્રાવત નું સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળા નંબર ૧૭ ના આચાર્ય વરમોરા સાહેબ નું સન્માન કર્યું. આ તકે જામનગર તેમજ વિભાપર વિદ્યાલાય ના ટ્રસ્ટીશ્રીઓ,સંકુલ માં આવેલ ૬ વિદ્યાલય ના પ્ર્ધાનાચાર્યો તેમજ આચર્યો ઉપસ્થિત હતા. 







આગળ ખેલકુદ ની વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી. અને ઉપસ્થિત અતિથિઓ દ્વારા ખેલકુદ નું ઉદઘાટન થયું તેમજ અંડર ૧૪ બહેનોની ૧૦૦ મીટર દોડ શરૂ કરાવી. 




સંકુલ ખેલકૂદ અંતર્ગત એથ્લેટિક્સ માં વિવિધ દોડ જેમકે ૧૦૦,૨૦૦,૪૦૦,૬૦૦,૮૦૦,૧૫૦૦,૩૦૦૦ મીટર દોડ ભાઈઓ અને બહેનો માટે યોજાયી. 





સાથે સાથે ગોળાફેંક,ચક્રફેંક તેમજ બરછી ફેંક વિવિધ કુદ જેમકે લાંબીકુદ,ઊંચીકુદ અને લંગડી ફાળ કુદ માં પણ વિદ્યાર્થીઓએ શ્રેસ્ઠ પ્ર્દર્શન કર્યું. 









સાથે સાથે સાંઘિક રમતો માં ખો-ખો,ચેસ,બેડમિન્ટન વગેરે રમતો પણ યોજાયી.









દરેક રમતો સાથે દરેક સ્પર્ધા ના પરિણામ પછી મેડલ આપી વિદ્યાર્થીઓને સન્માનીત કર્યા. તેમજ આ તકે જામનગર શહેર ના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. 











 છેલ્લે સમાપન સત્ર યોજાયું જેમાં વંદના,અતિથિ પરિચય,સાંઘિક રમત ના વિજેતાનું સન્માન અને કલ્યાણ મંત્ર થયો. આમ વિદ્યાભારતી ના જામનગર સંકુલ ના ખેલકુદ માં આપણા વિદ્યાલય ના ૮૫ પ્રતિભાગી હતા. જેમાં ગોલ્ડ એટ્લે કે પ્રથમ નંબર ના ૨૮ તેમજ સિલ્વર એટ્લે કે ૫૮ જેટલા દ્વિતીય સ્થાન પર રહ્યા. આ ખેલકુદ માં આપણી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ ખૂબ સારી રીતે મહેનત કરી શ્રેસ્ઠ પરિણામ ખેલકુદ માં રહ્યું. સાથે સાથે સંકુલ ના શ્રેસ્ઠ ખેલાડી જેમને ત્રણ રમતો  માં પ્રથમ સ્થાન પર આવેલ આપણી વિદ્યાલય ના  શ્રી આદિત્યભાઈ નિલેશભાઇ ચાવડા  તેમજ રુદ્ર જગદીશભાઇ કથીરિયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.