▼
Friday, September 15, 2023
વિદ્યાલય સ્તર નો સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ભારતીય સંસ્કૃતિ ના જતન તેમજ વિદ્યાર્થીઓ ને ભારત નો પરિચય થાય આપણાં ઇતિહાસ તેમજ વૈદિક સંસ્કૃતિ વિશે સમજ મેળવે તે હેતુ થી વિદ્યા ભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના અંતર્ગત દર વર્ષે વિભાગ,પ્રાંત તેમજ અખિલ ભારતીય સ્તરે સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ યોજાય છે. તેમાટે આપણી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિજેતા માટે સતત પ્રયત્ન વિદ્યાલય માં દરરોજ તૈયારી કરતા હોય છે. આપણાં વિદ્યાલય તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃતિ પ્રશ્નમંચ વિશે સમજ રહે તે માટે વિદ્યાલય સ્તર ના પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલય ની શિશુ, બાલ તેમજ કિશોર ટીમ હતી. ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ એ ઝડપથી જવાબો આપ્યા. તેમજ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ તેમને પ્રોત્સાહન આપ્યું. આગામી વિભાગ ના પ્રશ્નમંચ માં શ્રેષ્ઠ પ્રદર્શન રહે તેવી વિદ્યાલય પરિવાર તરફથી શુભકામનાઓ.