આજ રોજ જામનગર ખાતે વિદ્યાભારતી ના વિદ્યાલયોના દ્વારકા વિભાગ નો વૈદિક ગણિત પ્રશ્ન યોજાયો હતો. જેમાં શિશુ વિભાગ (ધોરણ ૪,૫) બાલ વિભાગ માં (૬,૭,૮) તેમજ કિશોર વિભાગ માં (૯,૧૦) ના વિદ્યાર્થીઓ હતા. જેમાં શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કિશોર વિભાગ ના વિદ્યાર્થીઓ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિદ્યાલય ના ગૌરવ માં વૃદ્ધિ કરેલ. જેમાં ખુશીબહેન રવિભાઈ ભંડેરી,દેવભાઈ રવિભાઈ ચાવડા,રુદ્રભાઈ જગદીશભાઇ કથીરીયા હતા. વિદ્યાર્થીઓ ને વૈદિક ગણિત નું માર્ગદર્શન અનિલભાઈ કટેશિયા દ્વારા આપવામાં આવ્યું હતું.