Saturday, February 3, 2024

શિશુમંદિર વિભાપર ખાતે દાદા દાદી સંમેલન યોજાયું.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર દાદા દાદી સંમેલન યોજાયું.
આ સંમેલન માં શિશુવાટિકા તેમજ કક્ષા ૧,૨ ના દાદા, દાદી નું સંમેલન યોજાયું. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ એ તેમના દાદા, દાદી નું ભાવ પૂર્વક પૂજન કર્યું. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમજ સરસ્વતી વંદના કરવામાં આવી. ત્યારબાદ શિશુવાટિકા ના બાળકો એ દાદા, દાદી ને લગતા અભિનય સાથે જોડકા રજૂ કર્યા ત્યારબાદ આવેલ દાદા,દાદી એ તેમને આવડતા ગીતો,ભજન ખૂબ ભાવ પૂર્વક રજૂ કર્યાં, જેમાં તેમને ખૂબ સારી તક મળી. ત્યારબાદ સ્વદેશી  વિવિધ  રમતો રમ્યા. જેમાં દાદા, દાદી ને પોતાનું બાળપણ ની સ્મૃતિ થઈ ગઈ. ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી કનુભાઈ કરકર ( નિવૃત્ત ક્લાસ વન ઓફિસર તેમજ જામનગર ડાયટ ના પૂર્વ પ્રાચાર્ય તેમજ હાલ વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત ના શૈક્ષિક પ્રમુખ) નું માર્ગદર્શન રહ્યું. જેમાં તેમના મુખ્ય અંશો.
1. દાદા, દાદી પોતાના પૌત્ર અને પરિવાર ને વિશેષ સમય આપે.
2.માનવીની પ્રકૃતિ આનંદિત રહેવું તે છે. દાદા, દાદી ને આ ઉંમર માં આનંદિત રહેવું ખૂબ ગમે છે તો વધુ સમય આનંદીત પ્રવૃતિઓ કરતા રહે. તેમજ  પરિવાર ની વ્યવસ્થા માં ખૂબ મોટો ભાગ ભજવે. તેમાટે તે સક્રિય ભૂમિકા પરિવાર માં પ્રદાન કરે.
તેમનું માર્ગદર્શન ખૂબ સારું રહ્યું. અનેક લોકો ને તેમનું વ્યક્તવ સાંભળી આંદન થયો. તેમજ આવેલ દાદા, દાદી એ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો. 
ત્યારબાદ દાદા, દાદી વિવિધ રમતો મેદાન માં રમ્યા અને ખૂબ ઉત્સાહ પૂર્વક માહોલ રહ્યો. આ તકે વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો,આચાર્યો તેમજ બહોળી સંખ્યામાં પોતાના પૌત્ર સાથે દાદા, દાદી ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ના સંયોજક દિક્ષા બહેન અમરેલીયા હતા. આ સંમેલન થી ભારતીય પરિવાર વ્યવસ્થા માં દાદા, દાદી નું મહત્વ અને તેમના પૌત્ર સાથે વધુ ને વધુ વાર્તાલાપ અને સાતત્ય રહે તે મુખ્ય હેતુ હતો.