કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ ખેતર ની મુલાકાત.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ આજે વિદ્યાલય નજીક આવેલ ખેતર ની મુલાકાતે ગયા હતા. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ એ વાડી માં અલ્પાહાર કર્યો. ત્યાંથી વિદ્યાર્થીઓ ગૌ શાળા ની મુલાકાત લીધી જેમાં તેની વ્યવસ્થા વિશે વિદ્યાર્થીઓ સમજ્યા. ત્યારબાદ વિવિધ પાકો,વેલા,શાકભાજી નો પરિચય કર્યો અને ખેતી વિશે તેમને જાણ્યું સાથે પ્રકૃતિમય જીવન જીવતા ખેડૂત સાથે મુલાકાત કરી. ત્યારબાદ સાથે બેસી વિદ્યાર્થીઓ ભોજન જાતે પીરસી અને ભોજન લીધું. અને તેમને ખેતી,ગૌ શાળા તેમજ વિવિધ છોડ,પાક અને વેલા નો પરિચય લીધો.