Wednesday, August 21, 2024

વિદ્યાલય સ્તર નો સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ

વિદ્યાલય સ્તર નો સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ભારતીય સંસ્કૃતિ ના જતન તેમજ વિદ્યાર્થીઓ ને ભારત નો પરિચય થાય આપણાં ઇતિહાસ તેમજ વૈદિક સંસ્કૃતિ વિશે સમજ મેળવે તે હેતુ થી વિદ્યા ભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના અંતર્ગત  દર વર્ષે વિભાગ,પ્રાંત તેમજ અખિલ ભારતીય સ્તરે સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ યોજાય છે. તેમાટે આપણી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિજેતા માટે સતત પ્રયત્ન વિદ્યાલય માં દરરોજ તૈયારી કરતા હોય છે. આપણાં વિદ્યાલય તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃતિ પ્રશ્નમંચ વિશે સમજ રહે તે માટે વિદ્યાલય સ્તર ના પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલય ની શિશુ, બાલ તેમજ કિશોર ટીમ હતી. ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ એ ઝડપથી જવાબો આપ્યા. તેમજ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ તેમને પ્રોત્સાહન આપ્યું. આગામી વિભાગ ના પ્રશ્નમંચ માં શ્રેષ્ઠ પ્રદર્શન રહે તેવી વિદ્યાલય પરિવાર તરફથી  શુભકામનાઓ

Monday, August 19, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર અંતર્ગત બાલિકા શિક્ષણ માં શિવ તત્વ વિશે માહિતી આપી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં બાલિકા શિક્ષણ અંતર્ગત  વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સાંઘાણી એ વિદ્યાલય ના બહેનો ને બ્રહ્મા,વિષ્ણુ અને શિવ તત્વ વિશે માહિતી આપી. તેમજ આપના ધર્મ ને વિજ્ઞાન સાથે જોડી શિવ તત્વ વિશે પણ વાત કરી.

Sunday, August 18, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓ માં વૈદિક રક્ષાસૂત્ર વિદ્યાર્થીઓ દ્વારા બાંધવામાં આવી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જાતે બનાવેલ વૈદિક રક્ષાસૂત્ર જામનગર શહેર માં આવેલ અનેક સામાજિક સંસ્થાઓ જેમાં ફાયર સ્ટેશન,હોસ્પિટલ,બેંક,પોલીસ સ્ટેશન,ક્રેડિટ કોસોસાયટીઓ,તેમજ ઉધોગપતિઓ, વેપારીઓ,વિભાપર ના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય સંસ્થાઓ માં વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય દ્વારા સ્થાન પર જઈ વૈદિક રક્ષાસૂત્ર બાંધવામાં આવી. 

Wednesday, August 14, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર ૭૮ મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો.

આજ રોજ ૧૫ મી ઓગષ્ટ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ૭૮ મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભેર ઉજવાયો.
સૌ પ્રથમ વિદ્યાર્થીઓ એ અતિથિ નું ઘોષ (બેન્ડ) સાથે સ્વાગત કર્યું ત્યારબાદ અતિથિ તેમજ ટ્રસ્ટી,વ્યવસ્થાપકો એ દિપ પ્રાગટ્ય કર્યું માં સરસ્વતી ની વંદના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ ધ્વજ વંદન ના કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રી ધિરેનભાઈ મોનાણી હતા જેઓ હાલ જામનગર શહેર ના વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર તેમજ સામાજિક આગેવાન છે. તેમજ જામનગર સોની સમાજ ના પૂર્વપ્રમુખ હતા. સાથે તેમના ભાઈ શ્રી હેમંતભાઈ મોનાણી જેઓ પ્રમુખ શ્રી
શ્રી વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવામંડળ જામનગર ( સોની સમાજ )  બંને ભાઈઓ શિક્ષક અને સામાજિક કાર્યકર્તા  તરીકે જામનગર માં કાર્ય કરે છે. તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ અતિથિ શ્રી ધીરેનભાઈ એ આજ ના દિવસ ને અનુરૂપ વાત કરી ત્યારબાદ વિદ્યાભારતી ના પ્રાંત ખેલકૂદ માં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર આવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.  ત્યારબાદ કક્ષા ૯ ના વિદ્યાર્થિની યાત્રીબહેન એ ખૂબ સારી જુસ્સા સાથે સ્પીચ આપી. ત્યારબાદ વિદ્યાલય ના ભાઈઓ બહેનો એ સુંદર મજાનું આજ ના ભારત ની સ્થિત  અનુરૂપ ગીત રજૂ કર્યું , ત્યારબાદ વિદ્યાર્થીઓ એ કેપ્ટન વિક્રમ બત્રા ના જીવન પર સરસ નાટક રજુ કર્યું. જે ખૂબ જ પ્રેરણાદાયી હતું ત્યારબાદ વિદ્યાલય ના આચાર્યો જેમને સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માં ઉતીર્ણ થયેલ આચાર્ય નું સન્માન કરવામાં આવ્યું. કલ્યાણ મંત્ર પછી કાર્યક્રમ પૂર્ણ થયો. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, વાલીઓ,પૂર્વ છાત્રો,વિભાપર ગામ ના ગ્રામજનો,આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર અખંડ ભારત દિવસ ની ઉજવણી .

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર અખંડ ભારત દિન વિશેષ રીતે ઉજવણી થઈ હતી.સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય, સરસ્વતી વંદના ત્યારબાદ અતિથિ સ્વાગત પરિચય થયો. ત્યારબાદ અખંડ ભારત અનુરૂપ વિદ્યાર્થીઓ એ સરસ મજા નું  ગીત રજૂ કર્યું પછી વિદ્યાર્થીઓ એ જાતે બનાવેલ ભારત ના અલગ અલગ ભાગો કેવી રીતે તેમજ ક્યાં વર્ષ માં ભાગલા પડ્યા તેની PPT દ્વારા સમજૂતી આપી. ત્યારબાદ માનનીય મહેશભાઈ ચાડ (જામનગર વિસ્તાર પ્રચારક) નું અખંડ ભારત પર સંવાદ દ્વારા અખંડ ભારત ની સમજૂતી આપી. તેમને ભારતી ની સીમા,સંસ્કૃતિ વર્તમાન સમય નું અખંડ ભારત નું આપના સ્વપ્ન વિશે માર્ગદર્શન આપ્યું. સાથે વિદ્યાર્થીઓ ને રાષ્ટ્ર,દેશ અને રાજ્ય વિશે સમજાવ્યું, ત્યારબાદ અતિથિ  દ્વારા અખંડ ભારત ના માનચિત્ર નું પૂજન કર્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ,આચાર્યો તેમજ ટ્રસ્ટી, વ્યવસ્થાપકો એ અખંડ ભારત ના માનચિત્ર નું પૂજન કર્યું. 

Saturday, August 10, 2024

વિદ્યાભારતી દ્વારકા વિભાગ ના વૈદિક ગણિત પ્રશ્નમંચ

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ આજે નીકાવા શિશુમંદિર ખાતે દ્વારકા વિભાગ નો વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાઈ ગયો. જેમાં બધા વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. જેમાં 
શિશુ વિભાગ માં પ્રથમ
બાલ તેમજ કિશોર વિભાગ માં તૃતીય ક્રમાંક મેળવ્યો છે.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું પ્રથમ વાલી સંમેલન.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું.
આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જેમાં શિશુ થી કક્ષા ૩ નું સવારે તેમજ કક્ષા ૪ થી ૧૦ નું બપોરે વાલી સંમેલન હતું જેમાં સૌ પ્રથમ અધિકારી દ્વારા દિપ પ્રાગટ્ય,વંદના ત્યારબાદ અધિકારી પરિચય,પ્રસ્તાવના વ્યક્તિગત ગીત  તેમજ બૌદ્ધિક અને કક્ષસહ વાલી બેઠક રહી. આ વાલી સંમેલન ના વક્તા તરીકે 
માનનીય ધર્મેશ કિરીટભાઈ જોષી હતા
(મૂળ - અરવલ્લી જિલ્લા ના સ્વયંસેવક
છેલ્લા 18 વર્ષ થી માંડવી કચ્છ માં 
વિદ્યાલયમાં નિયામક
તૃતીય વર્ષ શિક્ષિત
વિદ્યાભારતી ગુજરાત પ્રાંત મંત્રી
પશ્ચિમ ક્ષેત્રના ખેલ પ્રમુખ નું દાયિત્વ)
તેમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં વિદ્યાલય માં  વિદ્યાર્થીઓ તેમજ વાલી ની ભૂમિકા અંગે  માર્ગદર્શન રહ્યું  તેમને ભારત નો સુવર્ણ ઇતિહાસ આપણી પ્રાચીન વિદ્યાપીઠ, આપણી પરિવાર વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓ માં કેવી રીતે સ્કિલ ડેવલોપમેન્ટ  ઘર અને સમાજ દ્વારા થાય તેનું માર્ગદર્શન આપ્યું. અને દરરોજ એક વાર બધા વાલીઓ પરિવાર સાથે સાથે ભોજન લે અને ચર્ચા કરે તેવો આગ્રહ રાખ્યો. બૌદ્ધિક બાદ વાલીઓ ની કક્ષ સહ બેઠક રહી જેમાં વિદ્યાલય ની આગામી કાર્યક્રમ આયોજન તેમજ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ માટે ચર્ચા સૌ વાલીઓ એ પોતાના કક્ષાચાર્ય સાથે કરી.
આ વાલી સંમેલન નું સંચાલન આશિષભાઈ ચોવટીયા એ કર્યું. 
પ્રસ્તાવના હેમાંશુભાઈ પરમાર દ્વારા મુકાઈ  તેમજ છેલ્લે આભાર વિધિ દમયંતીબહેન અમરેલીયા અને બીજા સત્ર માં મયુરીબહેન કાપુરિયા એ કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, નીયામક શ્રી જયશ્રીબહેન જાડેજા, વિદ્યાલય ના આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.