Saturday, August 10, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું પ્રથમ વાલી સંમેલન.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું.
આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જેમાં શિશુ થી કક્ષા ૩ નું સવારે તેમજ કક્ષા ૪ થી ૧૦ નું બપોરે વાલી સંમેલન હતું જેમાં સૌ પ્રથમ અધિકારી દ્વારા દિપ પ્રાગટ્ય,વંદના ત્યારબાદ અધિકારી પરિચય,પ્રસ્તાવના વ્યક્તિગત ગીત  તેમજ બૌદ્ધિક અને કક્ષસહ વાલી બેઠક રહી. આ વાલી સંમેલન ના વક્તા તરીકે 
માનનીય ધર્મેશ કિરીટભાઈ જોષી હતા
(મૂળ - અરવલ્લી જિલ્લા ના સ્વયંસેવક
છેલ્લા 18 વર્ષ થી માંડવી કચ્છ માં 
વિદ્યાલયમાં નિયામક
તૃતીય વર્ષ શિક્ષિત
વિદ્યાભારતી ગુજરાત પ્રાંત મંત્રી
પશ્ચિમ ક્ષેત્રના ખેલ પ્રમુખ નું દાયિત્વ)
તેમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં વિદ્યાલય માં  વિદ્યાર્થીઓ તેમજ વાલી ની ભૂમિકા અંગે  માર્ગદર્શન રહ્યું  તેમને ભારત નો સુવર્ણ ઇતિહાસ આપણી પ્રાચીન વિદ્યાપીઠ, આપણી પરિવાર વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓ માં કેવી રીતે સ્કિલ ડેવલોપમેન્ટ  ઘર અને સમાજ દ્વારા થાય તેનું માર્ગદર્શન આપ્યું. અને દરરોજ એક વાર બધા વાલીઓ પરિવાર સાથે સાથે ભોજન લે અને ચર્ચા કરે તેવો આગ્રહ રાખ્યો. બૌદ્ધિક બાદ વાલીઓ ની કક્ષ સહ બેઠક રહી જેમાં વિદ્યાલય ની આગામી કાર્યક્રમ આયોજન તેમજ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ માટે ચર્ચા સૌ વાલીઓ એ પોતાના કક્ષાચાર્ય સાથે કરી.
આ વાલી સંમેલન નું સંચાલન આશિષભાઈ ચોવટીયા એ કર્યું. 
પ્રસ્તાવના હેમાંશુભાઈ પરમાર દ્વારા મુકાઈ  તેમજ છેલ્લે આભાર વિધિ દમયંતીબહેન અમરેલીયા અને બીજા સત્ર માં મયુરીબહેન કાપુરિયા એ કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, નીયામક શ્રી જયશ્રીબહેન જાડેજા, વિદ્યાલય ના આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.