Wednesday, August 7, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે સાઈબર અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ગુજરાત પોલીસ વિભાગ ના સી.આઇ. ડી ક્રાઇમ દ્વારા વિદ્યાલય માં સાઇબર ક્રાઇમ ના અવેરનેશ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં માધ્યમિક  વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુ ભાઈ પરમાર એ સાઇબર ક્રાઈમ વિશે અને તેના થી બચવા ના ઉપાયો તેમજ વિવિધ જાણકારી આપી હતી. તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ પોપટ સાહેબ ઉપસ્થિત હતા તેમને વિદ્યાર્થીઓ અને વિદ્યાલય  થી તેઓ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય ના પ્રધાનાચાર્યા મયુરીબહેન કપુરીયા તેમજ બેડી મરીન થી કોન્સ્ટેબલ ઉપસ્થિત હતા.