▼
Monday, October 7, 2024
વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ્ય આયોજિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જાગૃતિ રેલી.
ગુજરાત વન વિભાગ ના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા હાલ 2 થી 8 ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. તે અંતર્ગત આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો અને ફોરેસ્ટ અધિકારીઓ સાથે મળી સવારે પ્રભાત ફેરી નું આયોજન થયેલ. જેમાં વિભાપર ગામ માં વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રાણીઓના મુખ તેમજ પ્લે કાર્ડ અને બેનર લઈ ને ગામ માં વન્યજીવ બચાવવા સૂત્રો થી ગામમાં જાગૃતિ આવે અને વન્યજીવો નું રક્ષણ કરે તે માટે પ્રભાત ફેરી વિભાપર ગામ માં ફરી. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ગામમાં જાગૃતિ રેલી માં ભાગ લીધો. આ તકે ખીજડીયા પક્ષી અભયારણ્ય ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિય ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી જાડેજા જે.પી.હરણ તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના કર્મચારી ઉપસ્થિત હતા. તેમજ આપણી વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા , વિદ્યાલય ના પ્રાથમિક વિદ્યાલય ના પ્રધાનાચાર્ય મયુરીબહેન કપુરિયા માધ્યમિક વિદ્યાલય ના હેમાંશુભાઈ શિશુ વાટિકા માર્ગદર્શક રીનાબહેન દવે તેમજ વિદ્યાલય ના આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ પ્રભાત ફેરી માં હતા.