વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર દ્વારકા જતા પહેલા વિદ્યાલય પર સંસ્કૃતિ બોધ પરિયોજના ના અખિલ ભારતીય સંયોજક શ્રી દુર્ગસિંહજી રાજપુરોહિત એ વિદ્યાલય ની મુલાકાત લીધી જેમાં ટ્રસ્ટી,વ્યવસ્થાપક,આચાર્યો નો પરિચય કર્યો તેમજ વિદ્યાલય દ્વારા ચાલતા પ્રકલ્પ તેમજ વિદ્યાલય દ્વારા સંચાલિત ૬૬ જેટલા સંસ્કાર કેન્દ્ર ની માહિતી લીધી. વિદ્યાલય થી તેઓ પ્રભાવિત થયા તેમજ વિદ્યાલય ટીમ ને માર્ગદર્શન આપ્યું હતું. સાથે ગુજરાત પ્રાંત સંસ્કૃતિ બોધ પરિયોજના ના સંયોજક શ્રી જયંતિભાઈ પડસુંબિયા પણ હતા.