Wednesday, December 18, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ માં આવેલ વિનાશક ધરતીકંપ અને જમીન તેમજ આપાતકાલીન વ્યવસ્થા માટે નું સુંદર મજા નું સ્મૃતિવન ગયા ત્યાં વિદ્યાર્થીઓ ને ખુબ મજા આવી ઘણું જાણવા મળ્યું તેમજ વિદ્યાર્થીઓ જાતે ધરતીકંપ અને અનેક અનુભવો કર્યા અને સમજ્યા ત્યારબાદ સાંજે દેશદેવી માં આશાપુરા માતા ના મઢ પર દર્શન કરવા માટે ગયા ત્યાં માતાજી ના દર્શન પ્રાથના કરી ધન્યતા અનુભવી રાત્રિ રોકાણ બાદ બીજે દિવસે જગ વિખ્યાત સફેદ રણ ગયા ત્યાં રસ્તા માં ચારે બાજુ રણ અને પ્રકૃતિ નું ખૂબ સુંદર દ્રશ્ય વિદ્યાર્થીઓ ને જોવા મળ્યું. સફેદ રણ માં વિદ્યાર્થીઓ ગરબે રમ્યા અને ત્યાંની કળા અને સંસ્કૃતિ દર્શન કર્યું. ત્યાં થી કચ્છ નો સૌથી ઊંચો પર્વત કાળો ડુંગર ગયા ત્યાં  બોલેરો માં બેસી વિદ્યાર્થીઓ ને ખુબ મજા આવી સાંજે ખૂબ આકર્ષક સૂર્યાસ્ત જોવા મળ્યો. તેમજ ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્યાં થી દેખાતું સમગ્ર કચ્છ ના રણ નો વિસ્તાર BSF વિશે માહિતી મેળવી. કાળા ડુંગર માં આવેલ મેગ્નેટિક વિસ્તાર માં ગાડી કેવી રીતે બંધ હોય તો ચાલે છે તેવો અનુભવ થયો. ત્યાં થી સાંજે મસ્ત મજા ના ભોજન બાદ વહેલી સવારે પાછા વિભાપર પરત ફર્યા 
આ શૈક્ષણિક પ્રવાસ માં વિદ્યાર્થીઓ ને અવનવું જ્ઞાન , આધ્યાત્મિકતા અને એકબીજા નો ગાઢ પરિચય અને ખૂબ આનંદ મળ્યો.