Tuesday, December 24, 2024

વિદ્યાભારતી સંલગ્ન જામનગર વિદ્યાલય નો સંકુલ વર્ગ

આજ રોજ વિદ્યાભારતી સંલગ્ન જામનગર જિલ્લા ની વિદ્યાલયો નો  વર્ગ (ટ્રેનિંગ કેમ્પ) યોજાયો.
જેમાં જામનગર ની જામનગર, વિભાપર, કાલાવાડ,ધ્રોલ, નિકાવા,લાલપુર ના વિદ્યાલયો ના આચાર્ય નો દ્રિતીય વર્ગ વિભા પર શિશુ મંદિર માં યોજાયો જેમાં પ્રથમ સત્ર માં સરસ્વતી વંદના આચાર્ય એ કરી ત્યારબાદ જામનગર ડી.કે.વી કોલેજ ના હિન્દી વિભાગ ના પ્રોફેસર જગદીશભાઈ બિશનોઈ ( સંઘ ના કાર્યકર્તા તેમજ શિક્ષણ મંડળ ના અધિકારી) એ હાલ ચાલી રહેલા શ્રી બિરસા મુંડા જી ના જીવન પર બૌધિક આપવામાં આવ્યું.  તેમને વર્તમાન માં ધર્માંતરણ અને રાષ્ટ્રવાદ માં બીરસાજી ના જીવન નું મહત્વ પર આચાર્ય ને માગૅદશૅન આપ્યું ત્યારબાદ દ્રિતીય સત્ર માં પંચપદી શિક્ષણ પદ્ધતિ નો અભ્યાસ કેવી રીતે કરાવવો જેમાં વિભાપર વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુગુરુજી એ પંચપદી શિક્ષણ પદ્ધતિ ની પ્રસ્તાવના મૂકી ત્યારબાદ સંકુલ વર્ગ ના સંયોજક અને વિભાપર  ના આચાર્ય શ્રી અનિલગુરુજી એ પંચપદી શિક્ષણ માં એકમ પાઠ નું આયોજન કેવી રીતે કરવું તેમજ અભ્યાસ કેવી રીતે ચલાવવો તેમજ ખૂબ સારી રીતે ગીતો અને ઉદાહરણ  થી આચાર્ય ને સમજ આપી. ત્યારબાદ ના સત્રો માં પંચપદી પ્રમાણે આચાર્ય એ પાઠ આયોજન કર્યું અને રજૂ કર્યું. ત્યારબાદ વિદ્યાભારતી ગુજરાત પ્રાંત ના સહમંત્રી નિલેશભાઈ વરસાણી એ સમાપન સત્ર માં આચાર્ય ને માર્ગદર્શન આપ્યું આ વર્ગ માં જામનગર સંકુલ ના મંત્રી રાજેશભાઈ વાજા સહમંત્રી મયુરીબહેન કપૂરીયા દ્વારકા વિભાગ ના મંત્રી અને પ્રાંત ના સહમંત્રી નિલેશભાઈ વરસાણી સાથે  ગુજરાત પ્રાંત શિશુ વાટીકા ના પ્રમુખ તેમજ પુર્ણકાલીન કાર્યકર્તા રીનાબહેન દવે તેમજ વિભાપર વિદ્યાલય ના નિયામક તેમજ ગુજરાત પ્રાંત બાલિકા શિક્ષણ ના સંયોજક જયશ્રીબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.  આ વર્ગ માં ૮૦જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.