Saturday, January 11, 2025

કક્ષા ૧૦ માં પરીક્ષાલક્ષી માર્ગદર્શન

આજ રોજ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભા પર વિદ્યાલય માં કક્ષા ૧૦ ના વિદ્યાર્થીઓ ને જામનગર લાલવાડી જ્ઞાનગંગા ના ડાયરેક્ટર શ્રી પાર્થભાઈ પટેલ એ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું જેમાં વિદ્યાર્થીઓ ને A1 ગ્રેડ લાવવા માટે તેમજ સારું પરિણામ મેળવવા માટે ના પ્રયત્ન અને બોર્ડ નું પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું. સાથે જ્ઞાનગંગા શાળા ના આચાર્ય મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર માં વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુગુરુજી ઉપસ્થિત રહ્યા તેમજ આશિષગુરુજી એ સંચાલન કર્યું. ત્યારબાદ વિદ્યાલય ના નિયામક જયશ્રીદીદી સાથે ચર્ચા કરી તે વિદ્યાલય અને વિદ્યા ભારતી ના કાર્ય થી પ્રભાવિત થયા.