Monday, March 17, 2025

શિશુવાટિકા નું ત્રીજું સોપાન.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વાટિકા વિભાગનું તુતિય વાલી સોપાન યોજાયું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય,વંદના,પરિચય અલગ અલગ કક્ષ મુજબ નું પ્રાયોગિક થયું જેમાં ક્ષમતા આધારિત પ્રવૃતિઓ કરવામાં આવી. આપની વિદ્યાલય ના શિશુ વિભાગ ના  માર્ગદર્શક અને પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ,પૂર્ણ કાલીન કાર્યકર્તા એવા રીનાબહેન દવે એ વાલીઓ ને વિવિધ ક્ષમતાઓ વિશે નું બૌધિક આપ્યું.આ સોપાન માં ૧૨૨ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા (પ્રાંત બાલિકા શિક્ષણ સંયોજક), વિદ્યાલય ના શિશુ વાટિકા ના પ્રધાનઆચાર્ય દીક્ષાદીદી ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ વાલીઓ,વિદ્યાર્થીઓ,આચાર્યો જોડાયા હતા.