Wednesday, December 18, 2024
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ માં આવેલ વિનાશક ધરતીકંપ અને જમીન તેમજ આપાતકાલીન વ્યવસ્થા માટે નું સુંદર મજા નું સ્મૃતિવન ગયા ત્યાં વિદ્યાર્થીઓ ને ખુબ મજા આવી ઘણું જાણવા મળ્યું તેમજ વિદ્યાર્થીઓ જાતે ધરતીકંપ અને અનેક અનુભવો કર્યા અને સમજ્યા ત્યારબાદ સાંજે દેશદેવી માં આશાપુરા માતા ના મઢ પર દર્શન કરવા માટે ગયા ત્યાં માતાજી ના દર્શન પ્રાથના કરી ધન્યતા અનુભવી રાત્રિ રોકાણ બાદ બીજે દિવસે જગ વિખ્યાત સફેદ રણ ગયા ત્યાં રસ્તા માં ચારે બાજુ રણ અને પ્રકૃતિ નું ખૂબ સુંદર દ્રશ્ય વિદ્યાર્થીઓ ને જોવા મળ્યું. સફેદ રણ માં વિદ્યાર્થીઓ ગરબે રમ્યા અને ત્યાંની કળા અને સંસ્કૃતિ દર્શન કર્યું. ત્યાં થી કચ્છ નો સૌથી ઊંચો પર્વત કાળો ડુંગર ગયા ત્યાં બોલેરો માં બેસી વિદ્યાર્થીઓ ને ખુબ મજા આવી સાંજે ખૂબ આકર્ષક સૂર્યાસ્ત જોવા મળ્યો. તેમજ ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્યાં થી દેખાતું સમગ્ર કચ્છ ના રણ નો વિસ્તાર BSF વિશે માહિતી મેળવી. કાળા ડુંગર માં આવેલ મેગ્નેટિક વિસ્તાર માં ગાડી કેવી રીતે બંધ હોય તો ચાલે છે તેવો અનુભવ થયો. ત્યાં થી સાંજે મસ્ત મજા ના ભોજન બાદ વહેલી સવારે પાછા વિભાપર પરત ફર્યા
Friday, December 6, 2024
વિદ્યારંભ સંસ્કાર (શિશુમંદિર વિભાપર)
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં આવે છે. તેમજ નાના બાળકો નો વાંચન અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ માં ૧૬ સંસ્કાર નું મહત્વ છે. જેમાં શિશુવાટિકા ના બાળકો નો દર વર્ષે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે.આ તકે વિદ્યાલય ના શિશુ એટલે કે નાના બાળકો નો સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ બાળકો એ આપણા વેદો ની શોભાયાત્રા વિભાપર ના રામમંદિર સુધી કાઢવામાં આવી ત્યારબાદ વેદો નું પૂજન, યજ્ઞ, સરસ્વતી વંદના કરી સંસ્કાર કરવામાં આવ્યા. આ સંસ્કાર માં ૬૦ બાળકો અને તેના વાલી તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ના અતિથી તરીકે વિપુલભાઈ હીરપરા (હિન્દુ જાગરણ મંચ નગર સંયોજક) દિપેશભાઈ કણજારીયા અને પંકજભાઈ પરમાર (કાલાવાડ નાકા બહાર સતવારા સમાજ ટીમ) ઉપસ્થિત રહ્યા હતા.
Subscribe to:
Posts (Atom)
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...