શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, October 15, 2026

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યારંભ સંસ્કાર યોજાયો.

 દિનાંક 15 /10/ 26 ગુરુવાર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર શિશુવાટીકા માં આજે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો 

જેમાં કુલ 34 બાળકોના વિદ્યારંભ સંસ્કાર થયા 30 બાળકો વિદ્યાલયના અને ચાર અન્ય બાળકો હતા.

વિદ્યારંભ સંસ્કારમાં આપણા વિદ્યાલયના ટ્રસ્ટીગણ વ્યવસ્થાપક ગણ પ્રમુખશ્રી મંત્રીશ્રી નિયામક શ્રી માર્ગદર્શક શ્રી પ્રધાનઆચાર્ય શ્રી આચાર્ય અને વાલી તથા બાળકો ઉપસ્થિત રહ્યા 

જેમાં મુખ્ય અતિથિ નીતાબેન શ્રીવાસ્તવ,લતાબહેન દુધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ બાળકોનું પોથી પૂજન થયું ત્યારબાદ યજ્ઞ કરવામાં આવ્યો અને પછી માતા દ્વારા બાળકને સંસ્કાર આપવામાં આવ્યો 

વિદ્યારામ સંસ્કાર શિશુવાટિકાના પ્રધાન આચાર્યશ્રી  દીક્ષાબેન અમરેલીયા દ્વારા આપવામાં આવ્યા 

વ્યક્તિના જીવનના 16 સંસ્કાર માનો એક સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર હોવાથી વાલી શ્રી ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ આનંદથી બાળકોને વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો.

































Tuesday, October 13, 2026

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં યોજાયો કળી થી કુસુમ કાર્યક્રમ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર બાલિકા શિક્ષણ અંતર્ગત કળી થી કુસુમ કાર્યક્રમ યોજાયો જેમાં દીકરીઓ ના વિકાસ તેમજ વર્તમાન સમય માં આહાર સ્ત્રી નું મહત્વ,કિશોરાવસ્થા દરમિયાન  ના ફેરફારો તેમજ તેના પ્રશ્નો અને સમાધાન માટે,પ્રાકૃતિક સૌંદર્ય, વ્રત નું મહત્વ વિશે ડૉ. કરિશ્માબહેન નારવાણી (નિયામક ગર્ભોપનિશદ ફાઉન્ડેશન, ગુજરાત પ્રાંત સમર્થ ભારત પ્રકલ્પ પ્રમુખ) એ જાણકારી મેળવી. આ કાર્યક્રમ માં કક્ષા 6 થી 9 ના બહેનો,વાલીઓ, આચાર્યો,પ્રધાનઆચાર્ય વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Wednesday, October 7, 2026

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં મરીન નેશનલ પાર્ક દ્વારા ચિત્ર સ્પર્ધા તેમજ માહિતી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર મરીન નેશનલ પાર્ક જામનગર ની ખીજડીયા પક્ષી અભયારણ્ય રેન્જ ના સ્ટાફ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી યુ.કે કરમૂર રાઉન્ડ ફોરેસ્ટર શ્રી ખીજડીયા તેમજ શ્રી પ્રકાશ મકવાણા ઈનચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર શ્રી જાંબુડા તથા યુવરાજસિંહ જાડેજા ફોરેસ્ટ ગાર્ડ ધુવાવ તથા વિશાલ વાઘેલા ફોરેસ્ટ ગાર્ડ ખીજડીયા- 1 હાજર રહેલ જેમાં શ્રી યુ.કે કરમૂર,રાઉન્ડ ફોરેસ્ટર શ્રી ખીજડીયા દ્વારા બાળકો ને વન્ય પ્રાણી વિષયક માહિતગાર કરેલ તેમજ વિદ્યાલય ના પ્રધાનાચાર્ય દ્વારા વન્ય પ્રાણી બાબતે બાળકો ને જાગૃત કરેલ અને ફોરેસ્ટર શ્રી યુ.કે કરમૂર દ્વારા બાળકોને કીટ વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.

Tuesday, October 6, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ તાલુકા કક્ષા ના ખેલમહાકુંભ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન.

આજ રોજ જામનગર ની સત્ય સાઈ સ્કૂલ ના મેદાને જામનગર તાલુકા કક્ષા નો ખેલ મહાકુંભ યોજાયો જેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જોરદાર પ્રદર્શન કર્યું.
જામનગર  તાલુકા માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓના નામની યાદી વર્ષ 2026
અંડર 17 
પુરોહિત વેદ ધર્મરાજભાઈ 
ચક્ર ફેકમાં પ્રથમ 
બરછી તૃતીય 
આદિત્ય નિલેશભાઈ ચાવડા 
ઉંચી કુદ પ્રથમ 
સત્વ કેતનભાઇ અગોલા 
ઉંચી દ્વિતીય 
મીરાબેન સંઘાણી 
ગોળાફેકમાં પ્રથમ 
ચક્ર ફેકમાં પ્રથમ 
નિરાલીબેન ચૌહાણ 
ગોળાફેકમાં તૃતીય 
કેરબેન માલી 
લાંબી કુદ તૃતીય 
અંડર 14 માં
મકવાણા જેનિસ 
200 મીટર દોડ પ્રથમ 
કાવ્યાબેન પોક્યા 
ચક્રફેક માં પ્રથમ 
ગોળા ફેક તૃતીય 
પ્રિયાંશ ચાવડા 
લાંબી કુદ પ્રથમ 
ઉંચી કૂદમાં પ્રથમ 
કાવ્યાબેન તળાવિયા 
ઉંચી કૂદમાં પ્રથમ
જે બધા વિદ્યાર્થીઓ આગળ જીલ્લા કક્ષા એ રમવા જશે
બધા વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ.

Friday, September 25, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નમામી ભારત અંતર્ગત સામુહિક વંદે માતરમ્ ગાન તેમજ વાલી સંમેલન યોજાયું .

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર 
“વંદે માતરમ”ની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં શિશુમંદિર વિભાપર ખાતે ભવ્ય સમૂહગાન કાર્યક્રમ યોજાયો
વિભાપર,
 તા. 25 સપ્ટેમ્બર 2026:
“વંદે માતરમ”ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર દેશમાં યોજાઈ રહેલા “વંદે માતરમ” સમૂહગાન અભિયાન અંતર્ગત વિધા ભારતી અખિલ શિક્ષા સંસ્થાન ન્યુ દિલ્લી નિર્દેશિત નમામિ ભારતમ કાર્યક્રમ અંતર્ગત શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર ભવ્ય સમૂહગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ એકસાથે “વંદે માતરમ”નું સમૂહગાન કરી આ ઐતિહાસિક પ્રસંગની ગૌરવભેર ઉજવણી કરી હતી. આ અંતર્ગત સંઘ ના વિભાગ પ્રચારક ઓમભાઈ હળવદીયા એ  
  “વંદે માતરમ”ના ઐતિહાસિક મહત્ત્વ અને રાષ્ટ્રજીવનમાં તેના સ્થાન અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમ માં ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, વાલીઓ વિદ્યાર્થીઓ,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
**“એક તાલ, એક લય, એક સ્વર, એક સમયે…
રાષ્ટ્રભક્તિ સાથે ગુંજ્યું — વંદે માતરમ!”**
ભારત માતાની જય! 🇮🇳
વંદે માતરમ!

Sunday, September 20, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર 
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું. જેમાં વિષય હતો" સંસ્કાર અને ચારિત્ર નિર્માણ જેમાં દીપ પ્રાગટ્ય મંચસ્થ અધિકારી શ્રી, દિનેશભાઈ મગનભાઈ સંઘાણી, માનનીય શ્રી રીનાબેન નરેન્દ્રકુમાર દવે , શ્રી દક્ષાબેન ચંદુભાઈ અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું.

     સંચાલન શ્રીમતી જસ્મીનબેન ભંડેરી એ કર્યું હતું. ત્યારબાદ વિભાપર ,ઠેબા ,લાલવાડી સ્થાનના વાલીઓ અને બાળકો પોતાના દીદી સાથે પોતપોતાના કક્ષમાં ગયા. ત્યાં જે વિષય ને અનુરૂપ વાર્તા, ગીત ,નાટક ,શ્લોક વગેરે જેવી પ્રવૃત્તિઓ વાલીઓ અને બાળકો દ્વારા કરવામાં આવી હતી જેમાં આશરે ઉપસ્થિત સંખ્યા...66 જેટલી રહી હતી ત્યારબાદ ગીત કુ.મયુરીબેન સોનગરા દ્વારા ગવાયું હતું પછીનો વિષયને અનુરૂપ માર્ગદર્શન માનનીય દીક્ષાબેન અમરેલીયા દ્વારા મળ્યું બાળકોના વિશે સંસ્કારો અને ચારિત્ર નિર્માણ વિશેષ માર્ગદર્શન મળતા વાલીઓ આનંદિત થયા હતા. ત્યારબાદ કલ્યાણ મંત્ર બોલી સૌ છુટા પડ્યા હતા.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યારંભ સંસ્કાર યોજાયો.

 દિનાંક 15 /10/ 26 ગુરુવાર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર શિશુવાટીકા માં આજે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્ય...