Thursday, September 28, 2023

પ્રથમ વાલી સંમેલન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર આજ રોજ વિદ્યાલય નું પ્રથમ વાલી સંમેલન યોજાયું.
જેમાં સૌ પ્રથમ અતિથિ શ્રી એ દિપ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ વંદના,સ્વાગત પરિચય કરવામાં આવ્યો.ત્યારબાદ મુખ્ય વકતા તરીકે ડૉ. કનુભાઈ કરકર (વિદ્યાભારતી ના  પ્રાંત શૈક્ષિક પ્રમુખ,કેશવ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી અમરેલી ન ચેરમેન) હતા. તેમણે વિદ્યાભારતી ના વિદ્યાલયો નું શિક્ષણ,ભારતીય શિક્ષણ તેમજ માતા,પિતા ની પોતાના બાળક માટે તેની ભૂમિકા કેવી હોય તેના વિશે વાત કરી.તેમજ તેને ખૂબ રમુજી રીતે  શિક્ષણ વિશે ની વાત કરી. વાલી માં પણ અનેરો ઉત્સાહ રહ્યો.આ સાથે તાપી જિલ્લા માંથી આવેલા સંત શ્રી રુદ્રપૂરી મહારાજ ઉપસ્થિત હતા.તે પણ વિદ્યાલય થી પ્રભાવિત થયા. બૌદ્ધિક બાદ કક્ષસહ વાલીઓ સાથે આચાર્યો  એ બેઠક કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલી ઉપસ્થિત રહ્યા હતા.
આ વાલી સંમેલન ના સંયોજક શ્રી જયશ્રીબા જાડેજા હતા.

Wednesday, September 27, 2023

પોસ્ટ વિભાગ ના કર્મચારી ની વિદ્યાલય પર મુલાકાત.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર પોસ્ટ ઓફિસ ના બચત વિભાગ ના અધિકારી નૂતનબહેન ગડા એ વિદ્યાલય ની મુલાકાત કરી તેમને આચાર્ય ને પોસ્ટ વિભાગ ની માહિતી તેમાં આવેલ યોજનાઓ તેમજ વિવિધ બચત ની માહિતી આપી હતી. વિદ્યાલય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

Monday, September 25, 2023

શિશુ વાટિકા નું વાલી સોપાન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં શિશુ વાટિકા નું વાલી સોપાન યોજાયું. 
જેમાં શિશુ વાટિકા ના અરુણ,ઉદય તેમજ પ્રભાત કક્ષા ના વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.
જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,પરિચય રહ્યો.
ત્યારબાદ વિજ્ઞાન નો પ્રયોગ એટલે કે હવા નો પ્રયોગ કર્યો. ત્યારબાદ કલાશાળા માં થપ્પા કામ કર્યું.તેમજ અભિનય ગીત કૃષણમ કૃષ્ણ હતું.
ત્યારબાદ વાલી ને જીવનના ઘનિષ્ઠતમ અનુભવ વિશે માનનીય રીનાબહેન નું બૌધિક રહ્યું.

Tuesday, September 19, 2023

વિભાપર ની યુનિયન બેન્ક ના કર્મચારી વિદ્યાલય ની મુલાકાતે.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિભાપર ગામ માં આવેલ યુનિયન બેન્ક ના મેનેજર શ્રી ઓમ મિશ્રા તેમજ ડેપ્યુટી મેનેજર અનુપમ પાંડેજી એ વિદ્યાલય ની મુલાકાત કરી તેમને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર સાથે મુલાકાત કરી વિદ્યાલય નો પરિચય મેળવ્યો. તેમજ તેઓ બન્ને અધિકારી પણ લખનૌ શિશુ મંદિર માં અભ્યાસ કરેલો.આ તકે તેમને આચાર્ય ને બેંક વિશે તેમજ બેંક ના વિવિધ કાર્ય અને લાભ વિશે સમજ આપી.તેમજ વિદ્યાલય સમાજ ચેતના નું કેન્દ્ર બિંદુ છે તેવું તેમણે કહ્યું. આ તકે વિદ્યાલય ના તમામ આચાર્યો ઉપસ્થિત હતા.

Saturday, September 16, 2023

વિદ્યાભારતી આયોજિત વૈદિક ગણિત સ્પર્ધા માં શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય કિશોર વિભાગ માં પ્રથમ.

આજ રોજ જામનગર ખાતે વિદ્યાભારતી ના વિદ્યાલયોના દ્વારકા વિભાગ નો વૈદિક ગણિત પ્રશ્ન યોજાયો હતો. જેમાં શિશુ વિભાગ (ધોરણ ૪,૫) બાલ વિભાગ માં (૬,૭,૮) તેમજ કિશોર વિભાગ માં (૯,૧૦) ના વિદ્યાર્થીઓ હતા. જેમાં શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કિશોર વિભાગ ના વિદ્યાર્થીઓ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિદ્યાલય ના ગૌરવ માં વૃદ્ધિ કરેલ. જેમાં ખુશીબહેન રવિભાઈ ભંડેરી,દેવભાઈ રવિભાઈ ચાવડા,રુદ્રભાઈ જગદીશભાઇ કથીરીયા હતા. વિદ્યાર્થીઓ ને વૈદિક ગણિત નું માર્ગદર્શન અનિલભાઈ કટેશિયા દ્વારા આપવામાં આવ્યું હતું.

Friday, September 15, 2023

વિદ્યાલય સ્તર નો સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ભારતીય સંસ્કૃતિ ના જતન તેમજ વિદ્યાર્થીઓ ને ભારત નો પરિચય થાય આપણાં ઇતિહાસ તેમજ વૈદિક સંસ્કૃતિ વિશે સમજ મેળવે તે હેતુ થી વિદ્યા ભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના અંતર્ગત  દર વર્ષે વિભાગ,પ્રાંત તેમજ અખિલ ભારતીય સ્તરે સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ યોજાય છે. તેમાટે આપણી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિજેતા માટે સતત પ્રયત્ન વિદ્યાલય માં દરરોજ તૈયારી કરતા હોય છે. આપણાં વિદ્યાલય તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃતિ પ્રશ્નમંચ વિશે સમજ રહે તે માટે વિદ્યાલય સ્તર ના પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલય ની શિશુ, બાલ તેમજ કિશોર ટીમ હતી. ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ એ ઝડપથી જવાબો આપ્યા. તેમજ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ તેમને પ્રોત્સાહન આપ્યું. આગામી વિભાગ ના પ્રશ્નમંચ માં શ્રેષ્ઠ પ્રદર્શન રહે તેવી વિદ્યાલય પરિવાર તરફથી  શુભકામનાઓ. 

વિદ્યાલય નો સ્થાનિક વૈદિક ગણિત પ્રશ્નમંચ

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિદ્યાલય નો સ્થાનિક વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાયો. 
જેમાં આપણી વિદ્યાલય માં કક્ષા ૧ થી વૈદિક ગણિત નો અભ્યાસ કરાવવા માં આવે છે. તેમજ વિદ્યા ભારતી ના વૈદિક ગણિત પ્રશ્નમંચ માં દર વર્ષે ઉત્સાહ પૂર્વક ભાગ લેવા વિભાગ,પ્રાંત કક્ષા એ જતા હોય છે. તેમની પૂર્વ તૈયારી પણ વિદ્યાર્થીઓ ને આચાર્ય દ્વારા કરાવવામાં આવે છે. 
આ તકે આપણી વિદ્યાલય ના શિશુ, બાલ તેમજ કિશોર ના વિદ્યાર્થીઓ એ ખૂબ સારી તૈયારી કરી રહ્યા છે. તો આ તકે સ્થાનિક પ્રશ્નમંચ યોજાયો. કાલે વિદ્યાર્થીઓ દ્વારકા વિભાગ કક્ષા એ જામનગર વિદ્યાલય માં જશે. તમામ વિદ્યાર્થીઓ ને વિજેતા બનવા માટે અનેક શુભકામનાઓ.

Thursday, September 14, 2023

નિબંધ સ્પર્ધા.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં આજે વિદ્યા ભારતી સંસ્કૃત બોધ પરિયોજના અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ જેમાં કક્ષા ૪ થી ૯ ના વિધાર્થીઓએ નિબંધ નું લેખન કાર્ય કર્યું.

Monday, September 11, 2023

શ્રી સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા વકૃત્વ સ્પર્ધા નું વિદ્યાલય માં આયોજન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં શ્રી સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ  ગાંધીનગર દ્વારા વિદ્યાલય માં વકૃત્વ સ્પર્ધા યોજાઇ. જેમાં કક્ષા ૯ ના દેવાંગભાઈ ચંદ્રેશભાઇ ગોહેલ તેમજ કક્ષા ૧૦ ના રુદ્રેશ ચંદ્રશેખરભાઈ જોશી એ સ્વામી વિવેકાનંદ વિશે વ્યકતત્ત્વ આપ્યું. આ તકે શ્રી વિવેકાનંદ યુવક બોર્ડ ના જયભાઈ નળિયાપરા તેમજ અલ્પાબહેન વસોયા ઉપસ્થિત હતા. તેમના દ્વારા વિદ્યાર્થી નું સન્માન પણ કર્યું.