સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, August 28, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષાસૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજ ના વિવિધ લોકો ને વિદ્યાલય દ્વારા રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં 
વિવિધ બેંકો,પોસ્ટ ઓફિસ, ફાયર સ્ટેશન,દવાખાના, ગૌ શાળા,શાળાઓ,સરકારી કાર્યાલયો તેમજ સફાઈ સેવકો ને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.

Thursday, August 13, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં અખંડ ભારત સંકલ્પ દિવસ ની ઉજવણી

આજ રોજ ૧૪ ઓગસ્ટ એટલે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારત દિન ની ઉજવણી થઈ જેમાં દિપ પ્રાગટ્ય,વંદના,વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ ગીત "અખંડ ભારત નામ કા શેર મુખી કા ચહેરા" ગીત રજૂ કર્યું ત્યારબાદ વક્તા શ્રી વૈદ્ય રાકેશભાઈ ચાંગણી (સંઘ ના જામનગર નગર કાયૅવાહ) એ અખંડ ભારત વિશે ના ઇતિહાસ, શા માટે અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવવો તેમજ વર્તમાન માં અખંડ ભારત માટે વિદ્યાર્થીઓ શું કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ અખંડ ભારત નો સંકલ્પ લીધો અને તમામ વિદ્યાર્થીઓએ, આચાર્યો,ટ્રસ્ટીઓ તેમજ વ્યવસ્થાપકો એ અખંડ ભારત માનચિત્ર નું પૂજન કર્યું.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નમામી ભારત અંતર્ગત સામુહિક વંદે માતરમ્ ગાન તેમજ વાલી સંમેલન યોજાયું .

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર  “વંદે માતરમ”ની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં શિશુમંદિર વિભાપર ખાતે ભવ્ય સમૂહગાન કાર્યક્રમ યોજાયો વિભાપર,  તા. 25...