સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, September 20, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર 
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું. જેમાં વિષય હતો" સંસ્કાર અને ચારિત્ર નિર્માણ જેમાં દીપ પ્રાગટ્ય મંચસ્થ અધિકારી શ્રી, દિનેશભાઈ મગનભાઈ સંઘાણી, માનનીય શ્રી રીનાબેન નરેન્દ્રકુમાર દવે , શ્રી દક્ષાબેન ચંદુભાઈ અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું.

     સંચાલન શ્રીમતી જસ્મીનબેન ભંડેરી એ કર્યું હતું. ત્યારબાદ વિભાપર ,ઠેબા ,લાલવાડી સ્થાનના વાલીઓ અને બાળકો પોતાના દીદી સાથે પોતપોતાના કક્ષમાં ગયા. ત્યાં જે વિષય ને અનુરૂપ વાર્તા, ગીત ,નાટક ,શ્લોક વગેરે જેવી પ્રવૃત્તિઓ વાલીઓ અને બાળકો દ્વારા કરવામાં આવી હતી જેમાં આશરે ઉપસ્થિત સંખ્યા...66 જેટલી રહી હતી ત્યારબાદ ગીત કુ.મયુરીબેન સોનગરા દ્વારા ગવાયું હતું પછીનો વિષયને અનુરૂપ માર્ગદર્શન માનનીય દીક્ષાબેન અમરેલીયા દ્વારા મળ્યું બાળકોના વિશે સંસ્કારો અને ચારિત્ર નિર્માણ વિશેષ માર્ગદર્શન મળતા વાલીઓ આનંદિત થયા હતા. ત્યારબાદ કલ્યાણ મંત્ર બોલી સૌ છુટા પડ્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર  વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું....