શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, December 6, 2025

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ  
ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો 
જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું જેમાં
નંદનીબેન ખાણધર 800 મીટર દોડ પ્રથમ
વેદભાઈ પુરોહિત ચક્ર ફેક પ્રથમ
પ્રિશાબેન 3000 મીટર દોડ પ્રથમ
જય પરમાર 3000 મીટર દોડ પ્રથમ
મીરાબેન ગોળા ફેંક /ચક્ર ફેંક પ્રથમ
નીલ ગઢવી ચકરફેંક દ્વિતીય
શિવમભાઈ 50મી.દોડ પ્રથમ
બ્રોડ જંપ પૂર્વીબહેન રૂપાપર પ્રથમ
આદિત્ય ચાવડા ઉંચીકુદ પ્રથમ
પ્રિયાંશ ચાવડા 100 મીટર દોડ પ્રથમ
1500 મીટર દોડ ધ્રુવીબેન દોમડીયા પ્રથમ
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી શુભકામનાઓ
હવે વિદ્યાર્થીઓ આગળ પ્રાંત (રાજ્ય) કક્ષા એ રમવા જશે.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય સંમેલન યોજાયું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પૂર્વ છાત્ર તેમજ પૂર્વ આચાર્ય સંમેલન યોજાઈ ગયુ જેમાં સૌ પ્રથમ તિલક થી સ્વાગત, દિપ પ્રાગટ્ય,વંદના,સ્વાગત પરિચય પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્રો પોતાના સમય નો અનુભવ કહ્યો ત્યારબાદ રીનાદીદી એ મનુષ્ય તું બડા મહાન હે ..એ તે વ્યકિગત ગીત રજૂ કર્યું ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી યોગેન્દ્ર સિંહ ઝાલા 
વિદ્યા ભારતી વાંકાનેર પૂર્વ છાત્ર 
ગોંડલ વિદ્યાલય પ્રધાનાચાર્ય 
પ્રાંત કારોબારી સદસ્ય 
વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત પૂર્વ છાત્ર પરિષદ સંયોજક
તેમને બૌધિક માર્ગદર્શન આપ્યું તેમણે વિદ્યાભારતી પૂર્વ છાત્ર નું રાષ્ટ્ર અને સમાજ માં યોગદાન, પોતાના અનુભવો, પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય વિદ્યાભારતી માં પોતે કઈ રીતે મદદ થઈ શકે તેની વાતચીત તેમજ સંઘ ને ૧૦૦ વર્ષ પંચ પરિવર્તન ની વાત કરી ત્યારબાદ આભારવિધિ,સમૂહ ભોજન તેમજ પૂર્વ છાત્રો પોતાના કક્ષ ની મુલાકાત લીધી આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ સાથે પૂર્ણ થયો આગામી પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય પ્રાંત સંમેલન માટે ની તૈયારી દર્શાવી. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટી,વ્યવસ્થાપક,નિયામક,પ્રધાનઆચાર્યો,આચાર્યો,પૂર્વ છાત્ર તેમજ પૂર્વ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tuesday, November 25, 2025

શિશુમંદિર વિભાપર નો વિદ્યારંભ સંસ્કાર

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં આવે છે. તેમજ નાના બાળકો નો વાંચન અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ માં ૧૬ સંસ્કાર નું મહત્વ છે. જેમાં શિશુવાટિકા ના બાળકો નો દર વર્ષે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે.આ તકે વિદ્યાલય ના શિશુ એટલે કે નાના બાળકો નો સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ બાળકો એ આપણા વેદો ની શોભાયાત્રા વિભાપર ના રામમંદિર સુધી કાઢવામાં આવી ત્યારબાદ વેદો નું પૂજન, યજ્ઞ, સરસ્વતી વંદના કરી સંસ્કાર કરવામાં આવ્યા. આ સંસ્કાર માં ૬૯ બાળકો અને તેના વાલી તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ 
આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો વિદ્યાલય ના નિયામક તેમજ આચાર્યો સહભાગી રહ્યા હતા.


















Sunday, September 28, 2025

ક્ષેત્રીય ખેલકૂદ માં વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ની ભવ્ય સફળતા

આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં 
મીરાબહેન સંઘાણી નો ગોળાફેંક બાલ વિભાગ બહેનો માં પ્રથમ
સત્વભાઈ અગોલા નો ઊંચીકૂદ બાલ ભાઈઓ માં પ્રથમ
જયભાઈ પરમાર નો ઊંચીકૂદ કિશોર વિભાગ માં પ્રથમ ક્રમાંક મેળવી સારી સિદ્ધિ હાંસલ કરી
વિદ્યાલય ના ખેલકૂદ માર્ગદર્શક આચાર્ય સરોજબા હતા
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ 
તેઓ આગામી અખિલ ભારતીય ખેલકૂદ માં રમવા માટે જશે.

Saturday, September 6, 2025

પ્રાંતીય વૈદિક ગણિત પ્રશ્નમંચ શિશુ વિભાગમાં તૃતીય સ્થાન

આજ રોજ વિદ્યા ભારતી નો ગુજરાત પ્રાંત ના વૈદિક ગણિત પ્રશ્નમંચ હારીજ (પાટણ) મુકામે યોજાયો જેમાં સમગ્ર પ્રાંત માં પ્રથમ વખત શિશુ વિભાગ નો પણ પ્રાંત કક્ષા નો વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વિભાગ વિદ્યાર્થીઓ નો સમગ્ર પ્રાંત માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો.

Saturday, August 30, 2025

બાલિકા શિક્ષણ પ્રવુતિ

બાલિકા શિક્ષણ 
દિનાંક :28 /6 /25 
વાર:શનિવાર
➡️રૂપરેખા
બ્રહ્મનાદ
 ગીત -નારી તુ મહાન હૈ...
બૌદ્ધિક
        
આજનું બાલિકા શિક્ષણ બપોરે ચાર કલાકથી રાખવામાં આવેલ. જેમાં બ્રહ્મનાદ કરાવી" નારી તુ મહાન હૈ" ગીત નો ઓડિયો રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ "વર્ષા ઋતુમાં કેવો આહાર અને વિહાર હોવો જોઈએ" પીપીટી દ્વારા વિડીયો દર્શન કરાવેલ.
    આ બાલિકા શિક્ષણમાં હીનાબેન પરમાર અને રંજનબેન નકુમ તેમજ ધોરણ 5 થી 9ના 91 બહેનો ઉપસ્થિત રહેલા.

બાલિકા શિક્ષણ અંતર્ગત માં સમિતિ ની બહેનો દ્વારા પ્રશિક્ષણ

બાલિકા શિક્ષણ 
દિનાંક:14 /6 /25
વાર :શનિવાર
રૂપરેખા 
બ્રહ્મનાદ 
ગીત -ભારત મે નારી કી ગરિમા....
પ્રસ્તાવના
સ્કાઉટ ની માહિતી
બાલિકા શિક્ષણ ની માહિતી
દીપ પ્રાગટ્ય
અતિથિ સન્માન
પ્રાયોગિક: સમિતિ શાખા લગાવવી, દંડ દાવ', નિયુદ્ધ, રમતો.
   
       આજ રોજ બપોરે 2 કલાકથી બાલિકા શિક્ષણમાં બ્રહ્મનાદ કરી "ભારત મે નારી કી ગરિમા"... ગીત હીનાબેન પરમાર દ્વારા લેવામા આવ્યું. ત્યારબાદ સ્કાઉટ ની માહિતી સરોજબા જાડેજા એ આપેલી તેમ જ બાલિકા શિક્ષણ ની માહિતી હીનાબેન પરમાર એ આપેલી.
   રાષ્ટ્રીય સ્વયંસેવક સમિતિના છ બહેનો અતિથિ તરીકે પધારેલા જેમનું સન્માન કરવામાં આવ્યું. જેમણે સમિતિ શાખા લગાવવી, દંડ દાવ , નિ યુદ્ધ અને ગટસ:રમતો રમાડેલી. જેમાં કક્ષા 5 થી 9 ના 98 બહેનો ઉપસ્થિત હતા તેમજ સરોજબા જાડેજા હીનાબેન પરમાર ,રીનાબેન ધારવીયા, આશાબેન કણજારીયા ઉપસ્થિત હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...