ત્યારબાદ દ્વિતીયભાગ કક્ષા ૨ થી ૯ ના વાલી સંમેલન ના વક્તા તરીકે ડો. પ્રતીક્ષાબહેન ભટ્ટ રહ્યા જેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત સહ બૌધિક પ્રમુખ
મહિલા સમન્વય રાજકોટ વિભાગ સંયોજીકા
ગૌ વિજ્ઞાન ફાઉન્ડેશન ના ડાયરેક્ટર
HSSF ના સૌરાષ્ટ્ર પ્રાંત નારી આયામ સંયોજીકા છે. તેમને વાલીઓ ને વિદ્યા ભારતી ની શિક્ષણ વ્યવસ્થા, પરિવાર અને સંસ્કાર,વિદ્યાર્થીઓ ના વિકાસ માં માતા,પિતા ની ભૂમિકા વિશે સમજ આપી. આ સંમેલન ના મંચસ્થ શ્રી પ્રતીક્ષાબહેન ભટ્ટ,મયુરીબહેન કપુરિયા ( પ્રાથમિક પ્રધાનઆચાર્ય) સાથે હિમાંશુભાઈ પરમાર ( માધ્યમિક વિભાગ પ્રધાનઆચાર્ય) હતા. કાર્યક્રમ માં દિપ પ્રાગટ્ય,વંદના,પરિચય સ્વાગત,વ્યક્તિગત ગીત, બૌધિક માર્ગદર્શન આપ્યું. આ તકે વિદ્યાલય ના ટ્રસ્ટી દક્ષા બહેન બોરસદિયા ઉપસ્થિત હતા. આ આ બંન્ને ભાગ ના વાલી સંમેલન માં આચાર્યો તેમજ મોટી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.



