શબ્દો અંદરથી પ્રગટ થયા છે,🧐🤔😒🗣️
તમારા દિલ સુધી પહોંચતા હોય,🥺😢🤧😭
તો તમારા સ્નેહીજનો સુધી પહોંચાડવા...👥🤳📱📲
દુર્ઘટના ગોઝારી
ઘટવાની હતી તે ઘટી ગઈ, એ દુર્ઘટના ગોઝારી,..
ક્યારેક પ્રકોપ પ્રકૃતિનો, તો ક્યારેક માણસની બેદરકારી,..
હૈયુ ને આંખો ભરાઈ જાય, કાળજુ કંપી જાય,
હાર્ટ બીટ વધી જાય મારી,.. જોઈને એ દુર્ઘટના ગોઝારી..
માંડ ભૂલ્યા હતા, મચ્છુની એ દુઃખદ કહાની, ખોયા નાના બાળ,
પુનઃફરી ગયો કાળ યમરૂપે, રવિવારનો એ અસ્ત થયો દુખાકારી..
રૌદ્ર રૂપ વિધાતા નું જોઈ, કરુણા નિધાનની કઠોર લીલા નિહાળી,
અબાલ-વૃદ્ધ-યુવા-નરનારી,ભાવના વ્યક્ત કરે એ ઈશ્વરને પુકારી..
આવે યાદ એ 2001 ની, ભૂકંપથી ભરપૂર 26 મી જાન્યુઆરી,
ભાંગીને ભુક્કા કરી નાખે પરિવારોના, ત્રસ્ત હતી જનતા સારી..
ભાગે ઘરછોડી પૂરના પ્રકોપથી, તો ક્યારેક ડૂબે છે વસ્તી કિનારી.
ક્યાંક મૂંગા ઢોર, અબોલ પશુ મરે ભૂખ્યા, દુષ્કાળથી હિંમત હારી.
ક્યાંક ધર્મના નામે દંગા, તો ક્યાંક પરેશાન પોલીસના કર્મચારી,
આતંકીઓ કરે ધમાકા, ચિત્કારી જાય નિર્દોષ પ્રજા બિચારી..
કેટલી એ જીવનમાં દુર્ઘટનાયુ, જથ્થાબંધ વારી વારી,
હમણાં જ હચમચાવી ગઈ, કોરોનાની એ મહામારી..
પણ,
જવાન બની આવે છે કોઈ, કૃષ્ણ રૂપે બચાવે છે ડૂબતા ને તારી,
🕉️ શાંતિ: , લખી, વેદના વ્યક્ત કરું છું હું મારી..
કે હે ભગવાન ન બને જીવનમાં કોઈના આ ઘટના ગોઝારી
મનિષ M કટેશીયા,🧑🏫 (આચાર્ય)