Friday, January 20, 2023

એમ. ડી મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિવિધ પ્રયોગો ની સમજ..

આપણી વિદ્યાલય માં એમ. ડી મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાન કાર્યશાળા અંતર્ગત વિવિધ અવનવા ઘરેથી કરી શકાય  તેવા વિજ્ઞાન ના પ્રયોગો સમજાવ્યા હતા . આ પ્રયોગો માં રમુજી પ્રયોગ સાથે વિજ્ઞાન શીખી શકાય તેવા પ્રયોગો હતા.

વિભાપર ગામ ના અગ્રણી સ્વ મુળજીભાઈ દોમડીયા ની તિથિ નિમિતે પૂજન

વિભાપર ના ગ્રામ અગ્રણી અને સમાજસેવક સ્વ મુળજીભાઈ દોમડિયા ની પુણ્યતિથિ નિમિતે આપણ  વિદ્યાલય ના વિદ્યાર્થીઓ, આચાર્યો દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ આપી.

Saturday, January 14, 2023

કક્ષા ૪ ના વિદ્યાર્થીઓની ખેતર ની મુલાકાત ..

આપણી વિદ્યાલય ના કક્ષા ૪ માં પર્યાવરણ પાઠ અંતર્ગત વિદ્યાર્થીઓએ આપણી વિદ્યાલય ની નજીક આવેલ ખેતર ની મુલાકાત લીધી હતી જેમાં અલગ અલગ પાક નો પરિચય ખેતી કેવી રીતે થાય તેની માહિતી પ્રાકૃતિક ખેતી નો પરિચય કર્યો ત્યારબાદ ત્યાંજ વિદ્યાર્થીઓ દ્વારા ઘરે થી લઇ આવેલ ભોજન કર્યું. પછી ખેતર માં પતંગો ઉડાડી અને વિવિધ રમતો રમી અને મનોરંજન કર્યું.

Thursday, January 12, 2023

શ્રી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી .

આપણી વિદ્યાલય માં શ્રી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાલય માં સવારે વંદના માં સ્વામી વિવેકાનંદ વિશે નું જીવન ચરિત્ર વિશે નો વિડ્યો અને તેના ગુણો વિશે ની વાતચીત વિદ્યાર્થીઓ સાથે આચાર્ય એ કરી ત્યારબાદ વિભાપર ગામ માં વિવેકાનંદજી અમર રહો ના નારા સાથે રેલી કાઢી પાદર માં આવેલ વિવેકાનંદજી ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કર્યા અને વિધાર્થીઓ તેમજ આચાર્યો દ્વારા વિવેકાનંદજી ની પ્રતિમા નું પૂજન કર્યું કક્ષા 9,10 વિધાર્થીઓ વિવેકાનંદજી ના પુસ્તક નું વાંચન કર્યું.

Tuesday, January 10, 2023

કક્ષા ૮ ના વિદ્યાર્થીઓની સામાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય વિષય ની પ્રવૃતિ

આપણી વિદ્યાલય ના કક્ષા ૮ ના વિદ્યાર્થીઓ એ માલિશ તેલ બનાવ્યું.
આપણી વિદ્યાલય માં ચાલતો સામાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય આ વિષય શીખવવા પાછળની મૂળભૂત આવશ્યકતાઓ અનુસાર ઉદ્દેશ અને તેને અનુરૂપ પ્રવુતિઓ કે કાર્યક્રમનો વિચાર થાય છે.
આ કાર્ય થી વિદ્યાર્થીઓમાં ઉત્પાદક પ્રવુત્તિ,વ્યક્તિગત વિકાસ,કલ્પનાશક્તિ નો વિકાસ, સ્વાવલંબન,કરકસર વગેરે ની ભાવના વાળો વિષય છે
આ તકે વિદ્યાલય માં કક્ષા ૮ ના વિદ્યાર્થીઓએ આચાર્ય નું માર્ગદર્શન લઈને માલિશ તેલ બનાવ્યું હતું આ તેલ શરીરના દુઃખાવા માટે ઉપયોગ માં વિદ્યાલય માટે લેવાશે.



Sunday, January 8, 2023

વિદ્યાલય નો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન નરારા ખાતે શૈક્ષણિક શિબિર

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
નો કક્ષા ૯,૧૦ નો શૈક્ષણિક શિબિર માટે નરારા મુકામે પ્રવાસ યોજાયો
જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ વિભાપર થી પ્રયાણ કરી બપોરે નરારા ટાપુ પહોંચ્યા ત્યાં ફોરેસ્ટર દ્વારા રીફ વિશે પરીચય આપ્યો.ભરતી,ઓટ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ ચેર ના જંગલો ની મુલાકાત લીધી
ત્યાંથી ત્યાં આવેલ મ્યુઝીયમ ની મુલાકાત લીધી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ રમતો રમ્યા સાંજે ધ્યાન,પ્રાથના કરી
રાત્રે કેમ્પ ફાયર માં વાર્તા,તારા દર્શન,ગરબા દેશભક્તિ ગીતો સાથે મજા માણી.
વહેલી સવારે વંદના બાદ  દરિયાઈ વિસ્તાર માં અનેક દરિયાઈ જીવો ની મુલાકાત લીધી.જેમાં અલગ અલગ જાત ના પરવાળા, ઓક્ટોપસ,અલગ અલગ જાતિ ના કરચલા,પફર ફિશ,દરિયાઈ ગોકળ ગાય, તારા માછલી,સમુદ્રી કાકડી,દરિયાઈ કાનખજુરો વગેરે દરેક વિદ્યાર્થીઓને સપર્શ કરાવી માહિતી આપી.
ત્યારબાદ પરત ફરતા મીરર હોલ માં કાચ ની ભૂલ ભૂલામણી માં ગયા અને છેલ્લે લેક્ચર માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરમુર સાહેબ એ આપ્યું તેમજ વિશેષ માં પ્રકૃતિ વિદ સુરેશભાઈ ભટ્ટ એ માર્ગદર્શન આપ્યું પછી ક્વિઝ બાદ વિદ્યાર્થીઓ આશાપુરા માતા અને પંચમુખી હનુમાનજી ના દર્શન કરી પરત ફર્યા..

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...